Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આશરે ત્રણ હજાર ટન સોનાનો ભંડાર હોવાનો અંદાજ

File Photo

લખનઉ, ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી મળી આવેલા આશરે 12 લાખ કરોડ રુપિયાની કિંમતના 3,350 ટન સોનાએ ભારત માટે નવી આશા જગાવી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ મુજબ વર્તમાન સમયમાં ભારત પાસે આશરે 626 ટન સોનાનો ભંડાર છે. તો સોનભદ્ર જિલ્લામાંથી મળી આવેલા સોનાનો અપાર ભંડાર તેના કરતા પાંચ ગણો વધારે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે સોનાના રિઝર્વમાં ભારત વિશ્વના ટોપ 3 દેશોમાં સામેલ થઇ શકે છે.   ભારતીયય ભૂ-વિજ્ઞાનીક સર્વેમાં આ પહાડોમાં ત્રણ હજાર ટનથી વધારે સોનુ દબાયેલું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સર્વે દરમિયાન સોનાંચલના પહાડોમાં સોના સિવાય, લોખંડ પણ મોટા પ્રમાણ હાજર છે. વર્તમાન કિંમત મુજબ મળેલા સોનીનું મૂલ્ય આશરે 12 લાખ કરોડ રુપિયા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ મુજબ ભારત સહિત વિશ્વના સેન્ટ્રલ બેન્ક સોનાની ખરીદી કરી રહ્યા છે. વર્ષ 2019માં દુનિયાની 15 સેન્ટ્રલ બેન્કોએ 650.30 ટન સોનાની ખરીદી કરી હતી. રિપોર્ટ અનુસાર વર્ષ 2010થી 2019ની વચ્ચે દુનિયાભરના સેન્ટ્રલ બેન્કોએ આશરે 5019 ટન સોનાની ખરીદી કરી હતી. એટલે કે વાર્ષિક 500 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું.  વિશ્વમાં સૌથી વધારે સોનાનો ભંડાર 8,133 ટન સોનુ અમેરિકા પાસે છે. જે તેના કુલ વિદેશી ભંડોળનો 76.9% ભાગ છે. બીજા ક્રમે 3366.8 ટન સોનાના ભંડાર સાથે જર્મની છે. ત્રીજા સ્થાને ઇટલી છે. ઇટલી પાસે 2451.8 ટન સોનુ રિઝર્વમાં છે. આ સિવાય ફ્રાન્સ કુલ 2,436 ટન અને રશિયા 2241.9 ટન સોનાના ભંડાર સાથે ચોથા અને પાંચમા ક્રમે છે.  આ શ્રેણીમાં ચીન 1948.3 ટન સોનાના ભંડાર સાથે છઠ્ઠા નંબરે છે. સાતમા ક્રમે સ્વિત્ઝરલેન્ડ છે, તેની પાસે કુલ 1,040 ટન સોનું રિઝર્વમાં છે. જાપાન 765.2 ટન સોનાના ભંડાર સાથે આઠમા ક્રમે આવે છે, જ્યારે 626 ટન સોનાના રિઝર્વ સાથે ભારત વિશ્વમાં નવમું સ્થાન ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.