Western Times News

Gujarati News

હળવદમા માનવભક્ષી કૂતરાનો આંતકઃ શ્રમજીવીના સાત માસના બાળકને ખેંચી જતા ફફડાટ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ શહેરમા છેલ્લા એકાદ માસ થયા શેરી-ગલીના કુતરાઓનો વધતો જતો હોવાનુ પ્રકાશમા આવેલ છે,કોઈ વાહન પાછળ ભસતા-દોડતા કુતરાની માનસિકતા સહજ સમજવામા આવે છે.પરંતુ,શહેરના અમુક વિસ્તારમા રસ્તે ચાલતા જતા લોકોને કરડવા ઝાવા મારતા કુતરાઓના કિસ્સાઓમા નોંધપાત્ર વધારો થતો જોવા મળેલ છે.જયારે શહેરના શર્માફળી વિસ્તારમા શ્રમજીવીના સાત માસના બાળકને એક કુતરૂં ખેંચી જતા નગરજનોમા અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયેલ છે.

આ દુઃખદ બીનાની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના શર્માફળી વિસ્તારમા એક મકાનની છતની સ્લેબ ભરતા શ્રમજીવીઓ માહેંના એક શ્રમજીવી એ તેના બાળકને કામની જગ્યા એથી લગભગ દશેક ફુટ દુર જમીન પર સુવાડી પોતાનુ કામ કરી રહ્યા હતા એવામા એક કુતરૂં અચાનક આવી સુતૂલા સાત માસના બાળકની જાંઘ પોતાના જડબામા દબાવી લગભગ પંદેરેક ફુટ જેટલુ ઘસડી લઈ જતા અન્યો એ જોતા દોડી બાળકને શ્ર્વાનના મોંઢામાથી છોડાવી તો લીધેલ

પરંતુ જાંઘના ભાગમાા બાળક સારૂં એવુ ઈજાગ્રસ્ત થતા બાળકને દવાખાને ખસેડાયલ હતુ,જયા પ્રાથમિક સારવાર બાદ ડોકટરે બાળક ભયગ્રસ્ત ન હોવાનુ જણાવેલ હતુ.પરંતુ આ સમગ્ર ધટના શહેરમા વાયુ વેગે પ્રસરી જતા ભયનો માહોલ સર્જાયેલ છે અને આવા રખડતા શ્ર્વાનોને પકડી પાડવા તંત્ર તાત્કાલિક પગલા લ્યે તેવી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.