Western Times News

Gujarati News

દિયોદરના ફોરણામાં ચૂંટણીની અદાવતમાં ઝઘડો થતાં સામસામે ૮ વિરુદ્ધ ગુનો

પાલનપુર, દિયોદર તાલુકાના ફોરણા ગામે ચૂંટણીની અદાવતમાં બે જૂથો વચ્ચે ઝઘડો થતાં બંને જૂથોમાં થઈ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બાબતે બંને જૂથોએ સામ-સામે આઠ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

દિયોદર તાલુકાના ફોરણા ગામના દાનાભાઈ ભેમાભાઈ પટેલ ડેરીમાં દૂધ ભરાવી ઘર તરફ જતા હતા. તે સમયે ઈશ્વરભાઈ રેવાભાઇ પટેલે તમે કેમ ચૂંટણીમાં અમારા પક્ષે રહ્યા નહોતા. તેમ કહી ગડદાપાટુનો મારમાર્યાે હતો. ત્યારબાદ દાનાભાઈના ભત્રીજા પ્રવીણભાઈ પેથાભાઇ પટેલ ઉપર ગાડી નાખી મારી નાંખવાની કોશિષ કરી હતી.

તેમજ નાગજીભાઈ નાથાભાઈ પટેલ, પરાગભાઈ રેવાભાઇ પટેલ તથા ઈશ્વરભાઈ રેવાભાઇ પટેલે એક સંપ થઈ દાનાભાઈના ઘરે જઈને અપશબ્દો બોલી માથાના ભાગે તેમજ શરીરના ભાગે મૂઢ માર મારતાં દાનાભાઈએ ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સમાપક્ષે ઈશ્વરભાઈ રેવાભાઇ પટેલે તેમને તેમજ તેમના મોટાભાઈને લોખંડની ટોમી, લાકડી તેમજ પથ્થરથી મારમારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે દિયોદર પોલીસે જયંતીભાઈ જીવરાજભાઈ ચૌધરી, દિલીપભાઈ રામજીભાઈ ચૌધરી, રૂપેશભાઈ રામજીભાઈ ચૌધરી, પ્રવીણભાઈ પેથાભાઇ ચૌધરી તેમજ રણછોડભાઈ અણદાભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.