Western Times News

Gujarati News

શૂઝના ઓર્ડરના નામે સુરતના વેપારી સાથે સાત કરોડની છેતરપિંડી

સુરત, સુરતના એક વેપારીને પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ, યુનિફોર્મ અને બેગ સપ્લાય કરવાનું મોટું ટેન્ડર અપાવવાની લાલચ આપી કુલ ૭ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યાે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

૩૫ કરોડથી વધુના નકલી ડોક્યુમેન્ટ્‌સ અને વર્ક ઓર્ડરના આધારે આચરેલા આ કરોડોના કૌભાંડમાં સુરત ઇકો સેલ પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.સુરતમાં રહેતા પ્રવીણભાઈનો પરિચય શહેરના જ કિશોરભાઈ વાઘેલા સાથે થયો હતો. કિશોરભાઈએ પશ્ચિમ બંગાળમાં ઉંચા કનેક્શન હોવાનું જણાવી પ્રવીણભાઈની મુલાકાત નિસીસ નોચલિન નામના વ્યક્તિ સાથે કરાવી હતી.

આ બંને ઠગબાજોએ પ્રવીણભાઈને વિશ્વાસમાં લીધા હતા કે પશ્ચિમ બંગાળ સરકારને શાળાઓ માટે મોટા પાયે શૂઝ અને યુનિફોર્મની જરૂરિયાત છે અને તેઓ વગ વાપરીને આ વર્ક ઓર્ડર અપાવી શકે તેમ છે. વેપારીને વિશ્વાસ બેસાડવા માટે આરોપીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી અંદાજે ૩૬ કરોડના શૂઝ સપ્લાય કરવાના પશ્ચિમ બંગાળ સરકારના લેટરહેડવાળા નકલી વર્ક ઓર્ડર અને દસ્તાવેજો મોકલી આપ્યા હતા.

આ જંગી ઓર્ડર અપાવવાના બદલામાં ઠગબાજોએ એડવાન્સ કમિશન તરીકે કટકે-કટકે કુલ ૭ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.લાંબો સમય વીતવા છતાં ઓર્ડર અંગે શંકા જતા ફરિયાદી પોતે પશ્ચિમ બંગાળ સરકારની કચેરીએ રૂબરૂ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતા સરકાર દ્વારા આવું કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર ક્યારેય બહાર પડાયુ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીઓએ કૌભાંડ રચ્યું હોવાનું બહાર આવતા પ્રવીણભાઈએ સુરત ઇકો સેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઇકો સેલે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી મુખ્ય સૂત્રધાર કિશોર વાઘેલા અને નિસીસ નોચલિનની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલો આરોપી અગાઉ મહાનગરપાલિકામાં પણ કાર્યરત હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.