રાહુલ ગાંધીનો નકલી સેક્રેટરી બનીને એક ઠગે કોંગ્રેસના નેતાઓને લગાડયો ૧.૯૦ કરોડનો ચુનો
પ્રતિકાત્મક
અમૃતસરનો આરોપી ગૌરવ કુમાર પકડાયોઃ ચુંટણીમાં ટીકીટ અને પક્ષમાં પદના નામે કરતો હતો છેતરપિંડી
(એજન્સી)નવીદિલ્હી, ઉત્તરાખંડના દેહરાદુન પોલીસે પોતાના રાહુલ ગાંધીનો પીએ બતાવીને છેતરપીડી કરનારા શખ્સની ધરપકડ કરી છે. શખ્સ ઉપર કોગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો અંગત સચીવ બતાવીને છેતરવાનો આરોપ છે.
જેની ઓળખ અમૃતસરના ગૌરવ કુમારના રૂપમાં થઈ છે. પોલીસ અનુસાર ગૌરવ કુમાર દેશભરમાં ઘણા નેતાઓ સાથે ચુંટણીમાં ટીકીટ કે પક્ષમાં પર અપાવવાની લાલચ આપીને પૈસા ઉસેડી ચુકયો છે. આરોપી કોગ્રેસ નેતાઓના ૧.૯૦ કરોડ રૂપિયા છેતરી ચુકયો હોવાનો દાવો થઈ રહયો છે.
રવીવારે ઉત્તરાખ્ડ કોગ્રેસના નેતા ભાવના પાંડેએ આરોપ મુકયો હતો કે ૪ર વર્ષીય આરોપીએ પક્ષમાં પદ અપાવવાના નામે રપ લાખ રૂપિયા લઈ લીધા છે. આ વાતથી પુરો ભાંડો ફુટયો હતો. પોલીસે કહયું હતું કે, આરોપ ગુગલ મારફત પક્ષના વરીષ્ઠ નેતાઓ અને તેના સહયોગીઓની માહિતી એકત્રીત કરતો હતો. ભાવના પાંડે અનુસાર આરોપીએ પોતાને કનીષ્ઠ સિંહ બતાવીને રપ લાખ રૂપિયાની માગણી કરી હતી.
અને પોતાને રાહુલ ગાંધીનો પર્સનલ સેક્રેટરી બતાવ્યો હતો. સાથે જ પીડીતને ભરોસો અપાવવા સ્પીકર ફોન ઉપર અમુક લોકો સાથે વાત કરાવી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે તેઓ દેહરાદુનની ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા છે. અને તેમાં રર લાખનો ખર્ચ થયો છે.
આ બહાને રપ લાખ માગ્યા હતા. બાદમાં પૈસા લઈને ફોન બંધ કરી દીધો હતો. અને રકમ પણ પાછી આપી નહોતી. અન્ય નેતાઓને પણ આવા ફોન આવ્યા હતા અને અન્ય રાજયોમાં પણ આવી છેતરપીડી કરી છે.
