Western Times News

Gujarati News

સાબરમતી સ્ટેશન પર હોલ્ડિંગ એરિયામાં આશરે 10,000 મુસાફરોને સમાવી શકાય તેવી ક્ષમતા હશે

સાબરમતી રેલવે સ્ટેશન પર DRMએ પોતે બુલડોઝર ચલાવી, આધુનિક ‘હોલ્ડિંગ એરિયા’નું ભૂમિપૂજન કર્યું-મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને મળશે નવો આયામ

ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન  પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી  રેલવે સ્ટેશન પર પણ આ આધુનિક સુવિધા

અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે બે માળના અદ્યતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો

કેન્દ્રીય રેલવેમાહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ  દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન  પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી  રેલવે સ્ટેશન પર પણ આ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ  એ માહિતી આપતાં જણાવ્યું કે સાબરમતી રેલવે સ્ટેશન ના પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે। આ જ ક્રમમાં સ્ટેશન પરિસરમાં આશરે 8000 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બે માળનું હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવશેજેમાં દરેક માળ 4000 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ આધુનિક હોલ્ડિંગ એરિયામાં આશરે 8,000 થી 10,000 મુસાફરોને સમાવી શકાય તેવી ક્ષમતા હશેજેના કારણે હોળી પૂર્વદિવાળી-છઠ તેમજ ખાટું શ્યામજી ટેમ્પલ  જેવા ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોની ભીડ દરમિયાન મુસાફરોના અવરજવર અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુગમ બનાવી શકાયશે.

નવનિર્મિત હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે આરામદાયક બેસવાની વ્યવસ્થાસ્વચ્છ પીવાનું પાણીજલપાન કેન્દ્ર તેમજ પુરુષોમહિલાઓ અને દિવ્યાંગજનો માટે અલગ શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુસાફરોની સુરક્ષા અને નિરાંતે અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર અદ્યતન વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ટિકિટ તપાસ માર્ગ પર આધુનિક લગેજ સ્કેનર તેમજ પ્રતિબંધિત સામાનની ઓળખ માટે વિશેષ ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે. સાથે જ પ્લેટફોર્મ અને રૂફ પ્લાઝા સુધી સરળ પહોંચ માટે પૂરતી સંખ્યામાં એસ્કેલેટરલિફ્ટ અને સીડીઓની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ઉપરાંત એક નવા ફૂટ ઓવરબ્રિજ (FOB)નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છેજેની કનેક્ટિવિટી સીધી હોલ્ડિંગ એરિયા સાથે રહેશેજેના કારણે મુસાફરોને અવરજવર કરવામાં વધુ સુવિધા મળશે.

આ પ્રસંગે મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (RLDA) શ્રી સંજીવ કુમારડીજીએમ (RLDA) શ્રી અર્પણ અવસ્થીવરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગીવરિષ્ઠ મંડળ ઈજનેર (સમન્વય) શ્રી વૈભવ સકલેચાવરિષ્ઠ મંડળ સુરક્ષા કમિશનર શ્રી અંશુમાન ત્રિપાઠી સહિત રેલવે અને RLDA ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.