Western Times News

Gujarati News

ઓપરેશન સિંદૂરમાં નષ્ટ આતંકી કેમ્પોનું પાક. દ્વારા ફરીથી નિર્માણ

JeMએ પોતાનું બેઝ ખૈબર પખ્તુનખ્વામાં ખસેડ્યું

અમેરિકાની સ્પેસ ટેન્કોલોજી કંપની વેન્ટર દ્વારા પ્રાપ્ત હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરોમાં મસ્જિદના નુકસાન પામેલા ગુંબજો ફરીથી બનાવાયા હોવાનું દેખાય છે

વોશિંગ્ટન,ગયા વર્ષે ભારતના ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી કેમ્પો પાકિસ્તાન ફરીથી ઊભા કરી રહ્યું છે અને કેટલાંક આતંકી અડ્ડાને દૂરના સ્થળે ખસેડી રહ્યું છે. આતંકીઓને તેમના અડ્ડા ફરી ઊભા કરવા માટે પાકિસ્તાનની સરકાર મદદ પણ કરી છે, એવો મંગળવારે એક રીપોર્ટમાં ખુલાસો થયો છે.યુએસ સ્થિત મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (MEMRI)એ મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી આતંકવાદી સંગઠન જૈશ-એ-મુહમ્મદ (JeM)એ તેના મુખ્ય ઓપરેશનલ બેઝને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ખૈબર પખ્તુનખ્વા (KPK) ખસેડ્યા છે.

ભારતીય હુમલાઓ બાદ PoK વધુ અસુરક્ષિત બનતાં KPKને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ સ્થળાંતર પાકિસ્તાનની સરકારની સીધી સહાયથી કરવામાં આવ્યું છે. જૈસેના આતંકીઓ પોલીસ સુરક્ષા હેઠળ બેઠકો પણ યોજી રહ્યાં છે. કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન જમિયત ઉલેમા-એ-ઇસ્લામ(JUI)ની પણ તેમાં સંડોવણી હોવાનું કહેવાય છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે, લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ)ના નવ આતંકવાદી અડ્ડા પર હુમલા કરીને તેનો નાશ કર્યાે હતો.

MEMRIના અહેવાલ મુજબ બહાવલપુરમાં N-૫ નેશનલ હાઈવે નજીક આવેલા જમિયા સુભાન અલ્લાહ કોમ્પ્લેક્સમાં ફરીથી બાંધકામ શરૂ થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે. ૧૪ એપ્રિલ ૨૦૨૬ની તસવીરોમાં ભારે મશીનો અને અનેક બાંધકામ વાહનો સ્થળ પર કાર્યરત જોવા મળે છે.અમેરિકાની સ્પેસ ટેન્કોલોજી કંપની વેન્ટર દ્વારા પ્રાપ્ત હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરોમાં મસ્જિદના નુકસાન પામેલા ગુંબજો ફરીથી બનાવાયાહોવાનું દેખાય છે.JeM સાથે જોડાયેલા સ્થળો પરનું પુનઃનિર્માણ માત્ર બહાવલપુર સુધી મર્યાદિત નથી. ૨૨ એપ્રિલ ૨૦૨૬ની સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી સૈયદના બિલાલ મસ્જિદ ખાતે પણ આવી પ્રવૃત્તિ થઈ રહી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.