Western Times News

Gujarati News

AMCના વાહનોમાં વર્ષે ૩૬,૦૦૦ લિટર પેટ્રોલ અને 18 લાખ લિટર ડીઝલનો વપરાશ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પેટ્રોલ-ડીઝલ ખર્ચ ઘટાડવા ઓનલાઈન મીટિંગ કરવા પર ભાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વાહનોમાં દરરોજ ૧૦૦ લિટર પેટ્રોલ અને ૫,૦૦૦ લિટર ડીઝલનો વપરાશ થાય છે.

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મોટરકાર સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશ પાછળ વર્ષે દહાડે રૃ. ૧૬ કરોડ, ૫૩ લાખથી વધુ રકમના ખર્ચ કરવામાં આવે છે. એએમસી દ્વારા ઘણાં વાહનો પર્યાવરણને સાનુકૂળ ઝ્રદ્ગય્ આધારિત કરીને દોડાવવામાં આવી રહ્યા છે તેમજ ઈલેક્ટ્રીક વ્હીલકલ વાહનોનો પણ વપરાશ કરવામાં આવી રહ્યો છે.

એએમસીના જમાલપુર એસ. ટી. ડેપો પાસે આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી એએમસીના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પૂરવામાં આવે છે. એએમસીના વાહનોમાં દરરોજ ૧૦૦ લિટર પેટ્રોલ અને ૫,૦૦૦ લિટર ડીઝલનો વપરાશ થાય છે. આમ, એએમસીના વાહનોમાં મહિને ૩,૦૦૦ લિટર પેટ્રોલ અને ૧ લાખ, ૫૦ હજાર ડીઝલનો વપરાશ કરવામાં આવે છે અને તે મુજબ વર્ષે દહાડે એએમસીના વાહનોમાં ૩૬,૦૦૦ લિટર પેટ્રોલ અને ૧૮ લાખ લિટર ડીઝલનો વપરાશ થાય છે.

આમ, એએમસીના વાહનોમાં મહિને પેટ્રોલ રૃ.૨ લાખ, ૭૬ હજાર અને મહિને ડીઝલ પાછળ રૃ. ૧ કરોડ, ૩૫ લાખનો ખર્ચ થાય છે અને તે મુજબ વર્ષે દહાડે પેટ્રોલ પાછળ રૃ.૩૩ લાખ, ૧૨ હજારનો ખર્ચ થાય છે તેમજ વર્ષે દહાડે ડીઝલ પાછળ રૃ. ૧૬ કરોડ, ૨૦ લાખનો ખર્ચ થાય છે. આમ, એએમસીના પેટ્રોલ અને ડીઝલ પાછળ કુલ રૃ. ૧૬ કરોડ, ૫૩ લાખથી વધુનો ખર્ચ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે વર્ક ફ્રોમ હોમનો અમલ કરવા, મેટ્રોનો ઉપયોગ કરવા, ઓનલાઈન મીટિંગ કરવા, પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે કરેલી અપીલને ધ્યાનમાં લઈને હાલની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી એટલેકે લગભગ ૬ મહિના સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળની જેમ તમામ સ્તરે ફિઝીકલ મીટિંગ બંધ કરી દઈને ઓનલાઈન મીટિંગનો અમલ કરવો જોઈએ,

એવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ હેતુસર રાજ્ય સરકાર અને એએમસી દ્વારા સરક્યુલર જારી કરવો જોઈએ અને તેનો અમલ કરાવવો જોઈએ.

જેના પરિણામે પેટ્રોલ, ડીઝલ સહિત ઇંધણનો વપરાશ ઘટશે અને ઈંધણની બચત થશે, એએમસીના ખર્ચ બિલમાં ઘટાડો થશે તેમજ મીટિંગના સ્થળે અવર જવર કરવામાં મ્યુનિ. અધિકારીઓ અને કર્મચારીઓનો સમય બચશે અને તેના લીધે મ્યુનિ, અધિકારીઓ અને કર્મચારીઓ રોજિંદી કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આમ, એએમસીના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પાછળ કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો કરવા માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ.

એએમસીને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય સીધે સીધો જ સપ્લાય કરવામાં આવે છે. આ પ્રકારે એએમસીને આપવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે તેમજ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો બલ્કમાં ખરીદવામાં આવતો હોવાથી તે માટે IOCL દ્વારા AMCને સ્પેશિયલ રેટથી પેટ્રોલ અને ડીઝલ પૂરૃં પાડવામાં આવે છે.

AMCને IOCL દ્વારા પેટ્રોલ લિટર દીઠ રૃ. ૯૨ અને ડીઝલ લિટર દીઠ રૃ. ૯૦ના ભાવથી પૂરૃં પાડવામાં આવે છે. આમ, પેટ્રોલ અને ડીઝલના બજાર ભાવની સરખામણીએ એકંદરે એએમસીને આપવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોય છે. જોકે, કેટલીકવાર ડીઝાલના ભાવમાં કામચલાઉ વધારો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.