Western Times News

Gujarati News

ભુજ અને દિલ્લી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન દોડશેઃ કચ્છથી દેશની રાજધાની સુધીની યાત્રા થઈ સરળ

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બતાવશે લીલી ઝંડી

ભુજ-દિલ્લી એક્સપ્રેસ 23 મે 2026 થી દરરોજ ભુજથી 11:15 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 11:45 કલાકે દિલ્લી પહોચશે. આ જ રીતે, ટ્રેન નંબર 19404 દિલ્લી-ભુજ એક્સપ્રેસ 24 મે 2026 થી દરરોજ દિલ્લીથી 16:40 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 19:35 કલાકે ભુજ પહોચશે.

રેલવે યાત્રીઓની સુવિધાને સર્વોપરી રાખતાં તથા કચ્છ ક્ષેત્રને રાષ્ટ્રીય રાજધાની દિલ્લીથી સીધો અને ઉત્તમ રેલવે સંપર્ક આપવાના ઉદ્દેશથી રેલવે મંત્રાલય એક ઐતિહાસિક પગલું લેવા જઈ રહ્યું છે. તારીખ 22 મે 2026 ના રોજ ભુજ અને દિલ્લી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે.

આ ટ્રેન પશ્ચિમ રેલવેના ભુજ સ્ટેશન અને દિલ્લી વચ્ચે દરરોજ સંચાલિત કરવામાં આવશે તથા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના વિવિધ મહત્વના સ્ટેશનોને જોડશે.

આ નવી ટ્રેન સેવાને માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ ઐતિહાસિક અવસર પર ભુજ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં માનનીય સંસદસભ્ય (કચ્છ) શ્રી વિનોદ એલ.ચાવડા, માનનીય ધારાસભ્ય (ભુજ) શ્રી કેશુભાઈ શિવદાસ પટેલ સહિત જનરલ મેનેજર પશ્ચિમ રેલવે શ્રી રામાશ્રય પાણ્ડેય, મંડળ રેલવે મેનેજર અમદાવાદ શ્રી વેદ પ્રકાશ સહિત અન્ય સિનિયર અધિકારીઓ અને નામાંકિત મહેમાનો વ્યક્તિગત રૂપે ઉપસ્થિત રહેશે.

ટ્રેન નંબર 09403 ભુજ-દિલ્લી ઉદઘાટન સ્પેશિયલ 22 મે 2026ના રોજ ભુજથી 16.30 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 16.30 કલાકે દિલ્લી પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલૌર, મોકલસર, સમદડી, લૂણી, પાલી મારવાડ, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઈ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

નિયમિત ટ્રેન સેવા : ટ્રેન નંબર 19403/19404 ભુજ-દિલ્લી-ભુજ એક્સપ્રેસ

ટ્રેન નંબર 19403 ભુજ-દિલ્લી એક્સપ્રેસ 23 મે 2026 થી દરરોજ ભુજથી 11:15 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 11:45 કલાકે દિલ્લી પહોચશે. આ જ રીતે, ટ્રેન નંબર 19404 દિલ્લી-ભુજ એક્સપ્રેસ 24 મે 2026 થી દરરોજ દિલ્લીથી 16:40 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 19:35 કલાકે ભુજ પહોચશે.

આ ટ્રેન માર્ગમમાં બંને દિશઓમાં અંજાર ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલૌર, મોકલસર, સમદડી, લૂણી, પાલી મારવાડ, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઈ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં 2-ટિયર એસી, 3-ટિયર એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

યાત્રીઓને થશે વિશેષ લાભ

• કચ્છ અને દિલ્લી વચ્ચે સીધો સંપર્ક : હવે કચ્છવાસીઓને દેશની રાજધાની દિલ્લી જવા માટે ટ્રેનો બદલવાની જરૂર નહીં પડે. આ દૈનિક સેવા સમયની બચત કરશે.
• વેપાર અને ઉદ્યોગને ગતિ : કચ્છના હસ્તશિલ્પ, કાપડ ઉદ્યોગ અને ગાંધીધામ-ભુજ વિસ્તારના ઉદ્યોગોને દિલ્લી, જયપુર અને અજમેર જેવા મોટા બજારોથી સીધું જોડાણ મળશે, જેનાથી સ્થાનિક વેપારને ભારે પ્રોત્સાહન મળશે.

• પર્યટનમાં ભારે ઉછાળો : ‘રણ ઉત્સવ’ અને કચ્છના સાંસ્કૃતિક વૈભવને જોવા આવનારા દેશ-વિદેશના પર્યટકો માટે હવે દિલ્લીથી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, જેનાથી પર્યટન રોજગાર વધશે.

• વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે વરદાન : ઉચ્ચ શિક્ષણ માટે દિલ્લી-જયપુર જનારા વિદ્યાર્થીઓ અને ઉત્તમ સારવાર સુવિધાઓ માટે યાત્રા કરનારા દર્દીઓને આ દૈનિક અને આરામદાયક ટ્રેન સેવાથી અત્યંત સુવિધા થશે.

• ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન : અજમેર શરીફ, જયપુર અને રાજસ્થાનના અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન એક સુલભ અને કિફાયતી માધ્યમ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.