Western Times News

Gujarati News

મોટેરા સ્ટેડિયમ જતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટયા

અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં સૌ પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાઈ રહયો છે જેના પગલે આજે સવારથી જ સ્ટેડિયમમાં જાણીતા કલાકારો ઉપસ્થિત  છે ત્યારે બીજીબાજુ સ્ટેડિયમ તરફ જતા માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડયો છે અને સમગ્ર સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું છે

અંદાજે એક લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં પહોંચી ગયા છે સવારથી જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે અને સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પની સ્વાગત કરવા માટે આજે સવારે દિલ્હીથી ખાસ વિમાનમાં સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતાં ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જ તેમણે ટ્રમ્પના કાર્યક્રમ માટે કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીનપીંગ વખતે પણ અમદાવાદ હવાઈ મથકે હાજર રહયા હતા અને તે મુજબ આજે પણ સવારથી જ હાજર રહેતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ-૧ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલા જ ટ્‌વીટ કર્યું હતું અને ભારતની ધરતી પર મહેમાનનું સ્વાગત છે તેવુ જણાવ્યું હતું વડાપ્રધાન મોદીના આ ટ્‌વીટ બાદ એરફોર્સ-૧ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેં હતું અને ત્યારબાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અનેક મહાનુભાવો  ઉપસ્થિત  હતા (તસવીર : જયેશ મોદી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.