Western Times News

Gujarati News

ફાયર બ્રિગેડ મોડી પડીઃ બોડેલી નાયબ કલેક્ટરની કચેરી

બોડેલી સેવા સદનમાં ભીષણ આગ, નાયબ કલેક્ટર કચેરીમાં અફરાતફરી-લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ સેવા સદન બિલ્ડિંગમાં આગ ઓલવવા માટેની પ્રાથમિક ‘ફાયર સેફ્ટી’ની કોઈ જ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતી

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સેવા સદન (નાયબ કલેક્ટરની કચેરી) બિÂલ્ડંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરકારી કચેરીમાં આગ લાગવાની આ ઘટનાને પગલે બિÂલ્ડંગમાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા લાભાર્થીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગ્યાના તુરંત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ અત્યંત ગંભીર બાબત એ રહી કે ઘટનાના એક કલાક સુધી ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી શક્્યા ન હતા. આ સમયગાળા દરમિયાન આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બિÂલ્ડંગના અન્ય હિસ્સાઓને પણ ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું હતું. કચેરીમાં રહેલા અગત્યના સરકારી દસ્તાવેજો અને ફાઈલો પણ આ આગની ચપેટમાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ અકસ્માતે સરકારી તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી કરી દીધી છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ સેવા સદન બિÂલ્ડંગમાં આગ ઓલવવા માટેની પ્રાથમિક ‘ફાયર સેફ્ટી’ની કોઈ જ પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હતી. જો બિÂલ્ડંગમાં ફાયર સિસ્ટમ કાર્યરત હોત, તો ફાયર ફાઈટર આવે તે પહેલાં જ સ્થાનિક સ્તરે આગ પર કાબૂ મેળવી શકાયો હોત અને આ નુકસાન અટકાવી શકાયું હોત.

આગની તીવ્રતા વધતી જોઈને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. બિÂલ્ડંગમાં હાજર તમામ કર્મચારીઓ અને વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેલા સામાન્ય નાગરિકો-લાભાર્થીઓને સુરક્ષિત રીતે તાબડતોબ બિÂલ્ડંગની બહાર કાઢવામાં આવ્યા હતા.

સદ્દનસીબે આખી બિÂલ્ડંગ સમયસર ખાલી કરાવી દેવામાં આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી, જે એક મોટી રાહતની વાત છે. હાલમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે સત્તાવાર કારણ હજુ સામે આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.