Western Times News

Gujarati News

ઉશ્કેરાયેલા ટોળાએ TMC MLAની કાર પર ઇંટો અને ઇંડા ફેેક્યાઃ ડ્રાઇવરને પકડીને માર માર્યો

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં રાજકીય ચિત્ર બદલાતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ  નેતાઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ હિંસાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ અભિષેક બેનરજી જનતાના આક્રોશનો ભોગ બન્યા બાદ હવે કમરહાટીના વરિષ્ઠ TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

TMC MLA Madan Mitra now under egg attack at Kamarhati. He was inside car and drove away

શનિવારે સાંજે મદન મિત્રા તેમની પાર્ટી ઓફિસમાં બેઠક કરી રહ્યા હતા, ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે વોર્ડ નંબર ૧૪ના કાઉન્સિલર પર હુમલો થયો છે. આ સાંભળીને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં બદમાશોના એક આક્રમક જૂથે તેમની ગાડીને ઘેરી લીધી હતી.

ધારાસભ્ય મદન મિત્રાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, જ્યારે હું હુમલાનો ભોગ બનેલા સ્થાનિક લોકોના ઘરોની વિગતો નોંધી રહ્યો હતો, ત્યારે જ કેટલાક લોકોએ આવીને મને ચેતવ્યો કે ભગવા સ્કાર્ફ પહેરેલા ૧૦૦થી ૧૫૦ યુવાનોનું એક ટોળું જય શ્રી રામના નારા લગાવતું આવી રહ્યું છે અને તેમના ઇરાદા ઠીક નથી. આ ટોળાએ બે વાર હું જ્યાં બેઠો હતો તે રૂમને ઘેરી લીધો હતો.

રાહતની વાત એ રહી કે જ્યારે હુમલો થયો ત્યારે મદન મિત્રા કારની અંદર હાજર નહોતા. જો કે, ઉશ્કેરાયેલા ટોળાએ તેમની કાર પર ઇંટો અને ઇંડા ફેંક્્યા હતા અને ગાડી આગળ વધારવાનો પ્રયાસ કરતા જ તેના ડ્રાઇવરને પકડીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં હાલ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સામે ઠેર-ઠેર જનતાનો ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તૃણમૂલના ધારાસભ્યોના પોસ્ટરો પર જૂતા અને ઝાડુ ફેંકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ટીએમસીના એક કાઉન્સિલરને કપડાં ઉતારીને માર મારવાની શરમજનક ઘટના પણ બની ચૂકી છે.

આ ઉપરાંત, છેડતીના આરોપમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ નેતા જયપ્રકાશ મજુમદારને જ્યારે તપાસ માટે સોલ્ટ લેક સ્થિત ઓફિસે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે લોકોએ તેમના પર ઇંડાનો વરસાદ કર્યો હતો અને ચોર, ચોરના નારા લગાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.