Western Times News

Gujarati News

અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પહેલાં વેદાંગનો શૈક્ષણિક રેકોર્ડ પણ નોંધપાત્ર હતો

અભિનય તરફનો તેમનો ઝોક ધીમે ધીમે વિકસ્યો અને ઓડિશન તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેમને પોતાની સાચી દિશા મળી

‘ધ આર્ચીઝ’ પહેલાં વેદાંગ પાસે બેકઅપ પ્લાન હતો

મુંબઈ, બોલિવૂડના ઉભરતા અભિનેતા વેદાંગ રૈના આજે પોતાની અભિનય કારકિર્દીની સફળ શરૂઆતનો આનંદ માણી રહ્યા છે, પરંતુ તેમની જિંદગીનો માર્ગ સંપૂર્ણપણે અલગ પણ હોઈ શક્યો હોત. તાજેતરમાં વેદાંગે ખુલાસો કર્યાે કે ‘ધ આર્ચીઝ’માં પોતાની બ્રેકથ્‰ ભૂમિકા મળતા પહેલાં તેઓ વધુ પરંપરાગત અને શૈક્ષણિક કારકિર્દી તરફ આગળ વધી રહ્યા હતા.વેદાંગે જણાવ્યું કે મનોરંજન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની અનિશ્ચિતતા વચ્ચે તેમણે એક મજબૂત બેકઅપ પ્લાન તૈયાર રાખ્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, તેઓ નોકરી માટે વર્ક એક્સપિરિયન્સ મેળવવાના ખૂબ નજીક હતા અને ત્યારબાદ માસ્ટર્સ ડિગ્રી કરવાનો વિચાર પણ કરી રહ્યા હતા. જોકે, તેમની જિંદગીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ‘ધ આર્ચિઝ’ માટે સફળ ઓડિશન આપ્યું. આ ફિલ્મનું દિગ્દર્શન ઝોયા અખ્તરદ્વારા કરવામાં આવ્યું હતું.વેદાંગે સ્વીકાર્યું હતું કે જો તેઓ આ ઓડિશનમાં પસંદ ન થયા હોત, તો આજે કદાચ તેઓ કોર્પાેરેટ જગતમાં કામ કરી રહ્યા હોત અથવા ઉચ્ચ અભ્યાસમાં વ્યસ્ત હોત. તેમણે જણાવ્યું કે માત્ર પાંચ વર્ષ પહેલાં તેમનું ભવિષ્ય અભિનય કરતાં વધુ શિક્ષણ અને વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલું લાગતું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળેલી ઓળખ અને લોકપ્રિયતા છતાં વેદાંગ પોતાને હજુ સંપૂર્ણ સફળ માનતા નથી.

તેમના મતે, તેઓ હજુ પણ પોતાની કારકિર્દીની શરૂઆતના તબક્કામાં છે અને આગળ ઘણી લાંબી સફર બાકી છે. આ નમ્રતા અને વાસ્તવિકતા તેમની વ્યક્તિગતતા વિશે ઘણું કહી જાય છે.અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પહેલાં વેદાંગનો શૈક્ષણિક રેકોર્ડ પણ નોંધપાત્ર હતો. તેઓ બિઝનેસ સ્ટડીઝ અને ઉચ્ચ શિક્ષણ જેવા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા હતા. અભિનય તરફનો તેમનો ઝોક ધીમે ધીમે વિકસ્યો અને ઓડિશન તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેમને પોતાની સાચી દિશા મળી. ‘ધ આર્ચીઝ’ માં રેજીમેન્ટલની ભૂમિકાથી ડેબ્યૂ કર્યા પછી વેદાંગે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ ‘જીગરા’ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મ ‘મૈ વાપસ આઉંગા’પ્રત્યે પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વેદાંગ રૈનાની આ કહાની ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.