Western Times News

Gujarati News

એવેન્જર્સઃ ડૂમ્સ ડેથી માર્વેલની દુનિયાને મળશે એક રીબૂટ

ફિલ્મ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે

બલ્ડિંગ આર્ટિસ્ટિક યુનિવર્સીસ વિધાઉટ બોર્ડર્સ નામની આ ચર્ચામાં સિનેમાનાં વર્તમાન પરિપ્રેક્ષ્ય પર પણ ચર્ચા થઈ

મુંબઈ, ર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં અત્યાર સુધીમાં ૬ અલગ અલગ ફેઝમાં ફિલ્મો આવી ચુકી છે અને ૨૦૧૯માં જ્યારે એવેન્જર્સ એન્ડ ગેમ આવી ત્યારે એવી ચર્ચ હતી કે હવે માર્વેલની એવેન્જર્સની દુનિયાનો અંત આવી જશે. પરંતુ ત્યાર પછી અલગ અલગ પાત્રોની વાર્તા અને તેમના બેકગ્રાઉન્ડમાં ઉંડી ઉતરતી લગભગ ૧૫ જેટલી ફિલ્મો આવી ચુકી છે અને ૨૦૨૮-૨૦૨૯ સુધી લગભગ ૮ ફિલ્મની તૈયારી થઈ રહી છે.

હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. જેમાં પાત્રોની ભાવના અને વિષયના દૃષ્ટિકોણથી આ એક પ્રકારનું રીબૂટ હશે એવી ચર્ચા છે. મંગળવારે લંડન ખાતે યોજાયેલી એક ચર્ચા દરમિયાન ડિરેક્ટર ભાઈઓ એન્થની રુસો અને જો રુસોએ જણાવ્યું કે તેમની આગામી ફિલ્મ એવેન્જર્સઃ ડૂમ્સડે માર્વેલ ળેન્ચાઇઝી માટે એક નવી શરૂઆત સમાન છે, જેમાં રોબર્ટ ડાઉની જુનિયર નેગેટીવ પાત્ર ડૉ. ડૂમ તરીકે પરત ફરશે.

તેમણે જ ૨૦૦૮માં આવેલી પહેલી આયર્નમેન ફિલ્મથી આ દુનિયાની શરૂઆત કરી હતી.લંડનમાં ફેસ્ટિવલના શોરડિચ એડિશનની એક ચર્ચામાં જો રુસોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમે બંને આ વિચાર પર ચર્ચા કરી રહ્યા હતા કે અમે ફરી ‘ફેઝ ઝીરો’ પર આવી ગયા છીએ. આ બધું ફરીથી નવેસરથી શરૂ થઈ રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે દરેકને એવું લાગે કે આ ફિલ્મ ભૂતકાળની કોઈ બાબત પર આધારિત નથી.

”એવેન્જર્સઃ ઇન્ફિનિટી વાર અને એવેન્જર્સઃ એન્ડગેમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કરનાર રુસો ભાઈઓએ સ્વીકાર્યું કે ફ્રેન્ચાઇઝી સાથે સતત સાત વર્ષ કામ કર્યા બાદ તેઓ થાકી ગયા હતા અને એન્ડગેમ પછી તેમને લાગ્યું હતું કે તેમની સફર પૂરી થઈ ગઈ છે.પરંતુ લેખક સ્ટીફન મેકફીલીના એક નવા વિચારે તેમનો અભિગમ બદલી નાખ્યો. એન્થની રુસોએ જણાવ્યું કે આ વિચારે તેમની અંદર ફરી ઉત્સાહ જગાવ્યો.

જોકે તેમણે કથાની વિગતો જાહેર કરી નહોતી, તેમણે કહ્યું, “એ વિચારે અચાનક અમારી સામે નવી શક્યતાઓના દરવાજા ખોલી દીધા. અમને અનેક નવી દિશાઓ દેખાવા લાગી.”બલ્ડિંગ આર્ટિસ્ટિક યુનિવર્સીસ વિધાઉટ બોર્ડર્સ નામની આ ચર્ચામાં સિનેમાનાં વર્તમાન પરિપ્રેક્ષ્ય પર પણ ચર્ચા થઈ. એજીબીઓનાં સહ-સ્થાપકો એન્થની અને જો રુસો સાથે ડોનાલ્ડ મસ્ટર્ડ, જે અગાઉ એપિક ગેમ્સનાં ચીફ ક્રિએટિવ ઓફિસર રહી ચૂક્યા છે, તે પણ હાજર હતા.તેમણે યુવા ફિલ્મમેકર્સ કરી બાર્કર અને કેન પાર્સન્સ ના પ્રોજેક્ટ્‌સ ઓબ્સેશન અને બૅકરૂમ્સના વખાણ કર્યા હતા. એન્થની રુસોએ ઓબ્સેશનને “અંધકારમય રીતે અત્યંત રમૂજી” ગણાવી અને જણાવ્યું કે એક મિલિયન ડોલરથી પણ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ રોકાણ સામે સૌથી વધુ નફો આપનારી ફિલ્મ બની શકે છે.

તેમણે ઉમેર્યું, “જેન ઝી હવે માત્ર મેઇનસ્ટ્રીમ દર્શકો જ નથી બની રહી, પરંતુ આજના સમયના મુખ્ય વાર્તાકારો પણ બની રહી છે.”જો રુસોએ સોશિયલ મીડિયામાં વધતા વિવાદ અને વિખવાદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, “આપણને બધાને એકસાથે જોડીને રાખતી એકમાત્ર વસ્તુ વાર્તાઓ છે. જેટલી વધુ વિવિધ વાર્તાઓ આપણે કહેશું, જેટલા વધુ લોકો માટે વાર્તા કહેવાની પ્રક્રિયા એક લોકશાહી બનશે, એટલું સારું છે.”ડીમ્સ ડેની સ્ટારકાસ્ટમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઇવાન્સ અને ક્રિસ હેમ્સવર્થનો સમાવેશ થાય છે. ફિલ્મ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.