Western Times News

Gujarati News

ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં ૮ મજૂરોના મોત, અનેક દાઝ્યા

પ્રતિકાત્મક

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત પ્લાન્ટની અંદર કામ દરમિયાન ભારે માત્રામાં ઉકળતું લિક્વિડ સ્ટીલ ઊંચકતી વખતે આ અકસ્માત સર્જાયો 

વિશાખાપટ્ટનમ,  આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાંથી એક અત્યંત દર્દનાક અને મોટી દુર્ઘટના સામે આવી છે.

પ્લાન્ટની અંદર કામ દરમિયાન ભારે માત્રામાં ઉકળતું સ્ટીલ (પીગળેલું લોખંડ) ઊંચકતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૮ મજૂરોના મોતના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જ્યારે અન્ય કેટલાય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે.

પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માત સ્ટીલ પ્લાન્ટના જીસ્જી-૨ અને જી્‌ઝ્ર-૩ હીટ એફજી વિભાગમાં તે સમયે થયો હતો, જ્યારે ક્રેન દ્વારા ઉકળતા લિÂક્વડ સ્ટીલને ઉપર ઊંચકવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આશરે ૧,૫૦૦°ઝ્ર ના અત્યંત ઊંચા તાપમાને ઉકળી રહેલા આ મેટલ લિÂક્વડનું લેડલ (મોટું પાત્ર/ડોલ) અચાનક અનિયંત્રિત થઈને હલી ગયું હતું, જેના કારણે આ ભયાનક લાવા ત્યાં નીચે કામ કરી રહેલા મજૂરો પર ખાબક્્યો હતો.

ઉકળતું સ્ટીલ પડતાં જ પ્લાન્ટમાં અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્ટીલ પ્લાન્ટની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગ તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.