Western Times News

Gujarati News

જો કરીશ્મા ન હોત તો હું ખોવાઈ ગઈ હોત : કરીના

કરીનાએ કરિશ્માને “દેશની લાડકી” ગણાવી અને કહ્યું કે તેનો આખો પરિવાર “લોલો વગર અધુરો” છે

કરીના કપૂરે પોતાને બહેન કરીશ્માની પહેલી દિકરી ગણાવી

મુંબઈ,કરીના અને કરીશ્મા વચ્ચેનો સંબંધ અને તેની ઘનિષ્ટતા તો જાણીતી છે, ત્યારે હવે કરીનાએ કરીશ્માને તોની બહેન અને તેની માતા ગણાવી છે. તેઓ બંને હંમેશા એકબીજા સાથે સમય વિતાવતાં, પાર્ટી કરતાં, પ્રસંગોમાં સાથે માણતાં જોવા મળે છે. તેઓ બંને હંમેશા એકબીજાનાં જાહેરમાં વખાણ કરતાં રહે છે. હવે જ્યારે કરીશ્માની નવી સિરીઝ બ્રાઉન આવી છે, ત્યારે તે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કરીના અને કરીશ્મા બંને એકબીજા વિશે વાત કરતાં જોવા મળ્યાં હતાં. તેમાં કરીનાએ પોતાને કરીશ્માની પહેલી દિકરી ગણાવી હતી.

જ્યારે કરીશ્માએ કહ્યું હતું કે કેમ તેનાં માટે પરિવાર પહેલી પ્રાથમિકતા રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં કરીનાએ કરીશ્મા વિશે એક ઓડિયો મેસેજ શેર કર્યાે હતો. તેણે તેમાં કહ્યું હતું, “કરિશ્મા વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું છે. આ સામાન્ય વાત લાગે, પરંતુ મારા માટે લોલો વિશે કંઈ કહેવું ખરેખર મુશ્કેલ છે, કારણ કે તે માત્ર એક અદ્ભુત વ્યક્તિ જ નથી, પરંતુ એક સમર્પિત માતા અને અત્યંત મહેનતુ એક્ટ્રેસ પણ છે. આજે પણ મને લાગે છે કે આપણા દેશની દરેક એક્ટ્રેસ લોલોને પોતાનો આદર્શ માને છે, કારણ કે તે બધાં તેનાં જેવાં બનવા માગે છે.

તેની જેમ કપડાં પહેરવા, તેના જેવું દેખાવા અને તેના જેવો ડાન્સ કરવા માગે છે. મને લાગે છે કે ૯૦ના દાયકામાં લોલોને જે લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો હતો, તે દરેક અભિનેત્રી મેળવવા ઇચ્છે છે. કરીશ્મા સમયની તે એક સાચી માસ સુપરસ્ટાર હિરોઈન હતી.”કરીનાએ આગળ કરિશ્માને “દેશની લાડકી” ગણાવી અને
કહ્યું કે તેનો આખો પરિવાર “લોલો વગર અધુરો” છે. તેણે પોતાનાં જીવનમાં કરિશ્માએ ભજવેલી સંભાળ રાખનાર બહેનની ભૂમિકા અને હંમેશા મળેલા તેનાં અતૂટ સાથ વિશે પણ વાત કરી. તેણે ઉમેર્યું, “મારા માટે તેને બહેન તરીકે મેળવવી એ અદ્દભુત વાત છે.

ખરેખર તો, સમાયરા પહેલાં હું જ તેની પહેલી દીકરી જેવી હતી. તેથી લોલો, તારો અને તારા બધાં જ પ્રેમ અને સહયોગ માટે આભાર.”જ્યારે કરિશ્માને કરીનાના આ લાગણીસભર સંદેશ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે તે આવી બાબતો વિશે બહુ વિચારતી નથી અને માત્ર હૃદયથી જે સ્વાભાવિક લાગે તે જ કરે છે. તેણે જણાવ્યું કે પોતાનાં પ્રિયજનોની કાળજી રાખવી તેના માટે હંમેશાં સહજ અને દિલથી આવતી બાબત રહી છે.કરિશ્માએ એ પણ કહ્યું કે પરિવાર તેનાં જીવન અને કારકિર્દીમાં હંમેશાં પ્રથમ પ્રાથમિકતા રહ્યો છે. જીવનનાં કોઈપણ તબક્કામાં તે હોય, પરિવાર તેના માટે દરેક વસ્તુ કરતાં વધુ મહત્વનો રહ્યો છે.હાલમાં કરિશ્મા પોતાની વેબ સિરીઝ બ્રાઉનમાં રીટા બ્રાઉનના પાત્ર માટે ચર્ચામાં છે. આ પાત્ર એક પૂર્વ મહિલા પોલીસ અધિકારીનું છે, જે વ્યક્તિગત આઘાત અને નુકસાન સાથે સંઘર્ષ કરી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.