રાજ્યસભાના BJPના ૪ ઉમેદવાર બિનહરીફ જાહેર થશે
ગાંધીનગર, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ચાર ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આજે ભાજપના ચારેય ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ૧૧ જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ રાજકીય વિકાસ સામે આવ્યો છે. ભાજપ દ્વારા રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉભા કરવામાં આવેલા તમામ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા મુજબ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ૧૧ જૂન નક્કી કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિને જોતા રાજ્યસભાની ચારેય બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી શક્યતા મજબૂત બની છે.
આજે ચારેય ઉમેદવારોની ફોર્મ ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ૧૧ જૂન ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તેમજ કોંગ્રેસમાંથી પણ કોઈ ઉમદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું નથી. ચૂંટણી અધિકારી દ્વારા ૧૧ જૂને છેલ્લા દિવસે ભાજપના ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કરીને સત્તાવાર પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) આપવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યસભા માટે પોતાના ચાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ રાજુ શુક્લા, જીતેન્દ્ર કણજારિયા, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ નજીક આવતા ભાજપના તમામ ચાર ઉમેદવારો સોમવારે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ માટે પાર્ટીએ ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ દરમિયાન તમામ ધારાસભ્યોને રવિવારે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્ટી સૂત્રો મુજબ સોમવાર સુધી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ રોકાશે, જેથી રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ સંકલન જળવાઈ રહે.
સોમવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી સમગ્ર રાજકીય માહોલમાં ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જીતેન્દ્ર કણઝારિયા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સક્રિય નેતા અને કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારમાં વિવિધ સામાજિક તથા રાજકીય કાર્યક્રમોમાં સતત ભાગ લેતા રહ્યા છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે.
જીતેન્દ્ર કણઝારિયા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. મેઘજીભાઈ કણઝારિયાનું ૨૦૨૧માં કોરોનાના કારણે અવસાન થયું હતું. માનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે. તેમજ તેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.
રાજુ શુક્લ *-જેઓ કલોલ ભાજપના સક્રિય કાર્યકર છે તેમજ તેઓ સુરેન્દ્રનગર પ્રભારી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે આ વખતે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. પાર્ટીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓને મેદાનમાં ઉતારીને રાજકીય સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ગત ટર્મમાં રમીલાબેન બારા જેવા મહિલા ઉમેદવારને તક આપવામાં આવી હતી, તે બાદ આ વખતે એક પણ મહિલા ઉમેદવારને સ્થાન ન મળતાં ચર્ચાનો વિષય બન્યો છે.
