Western Times News

Gujarati News

અનિલ કપૂર એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે

કેબીસીને ટક્કર આપશે

આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી

મુંબઈ, શાહરુખે લગભગ ૧૬ વર્ષ પહેલાં એક ક્વિઝ શો હોસ્ટ કર્યાે હતો, જેનું નામ હતું, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેઝ હૈ?’. એવા અહેવાલો છે કે સ્ટાર પ્લસ નેટવર્ક લાંબા સમય પછી એક એવો રિયાલિટી શો બનાવશે, જે બિગ બોસ અને લાફ્ટર શેફ્સ જેવા શોને ટક્કર આપશે. આ શોથી લાંબા સમય પછી સ્ટાર નેટવર્ક ફરી રિયાલિટી નોન ફિક્શન શોના જોનરમાં પાછું ફરી રહ્યું છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અનિલ કપૂર આ શોના સંચાલક તરીકે પહેલી પસંદ છે. પ્રોડક્શન ટીમ બહુ જલ્દી તેમની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવાની તૈયારી કરી રહી છે.

અને તેમની સાથે એક મોટા પાયાનું પ્રોમો શૂટ પણ શીડ્યુલ થઈ શકે છે, જેથી શોનું પ્રમોશન શરૂ કરી શકાય.અન્ય લાંબા સમયથી ચાલતા રિયાલિટી શોથી અલગ આ એવો શો હશે, જેમાં દર અઠવાડિયે નવા પાર્ટીસિપન્ટ્‌સ જોવા મળશે. તેનું માળખું એપિસોડ મુજબ બદલાશે અને તેમાં દર્શકોને સતત કશુંક નવું જોવા મળશે. દર અઠવાડિયે નવી સ્ટોરી, નવી ચેલેન્જ અને નવી ગેમ્સ જોવા મળશે. આ પહેલાં શાહરુખનો ગેમ શો ૨૦૦૮માં આવ્યો હતો અને તેને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલ એક તરફ અક્ષય કુમારનો ગેમ શો આવે છે અને સમયાંતરે અમિતાભ બચ્ચન સાથે કેબીસીની નવી સીઝન પણ આવ્યા કરે છે, ત્યારે સ્ટાર નેટવર્કનો શો શું નવું લાવશે અને કેટલો ચાલશે તે જોવાનું રહ્યું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.