‘લગ જા ગલે’માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ ?
૧૪ મે ૨૦૨૭ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર અને લક્ષ્ય લીડ રોલમાં જોવા મળશે
મુંબઈ, કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા તેમની અવનારી ફિલ્મ ‘લગ જા ગલે’ની રિલીઝ ડેટ ઓફિશીયલી જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ રાજ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં ટાઇગર શ્રોફ, જાન્હવી કપૂર અને લક્ષ્ય લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. ૨૦૨૭ના વર્ષની ધર્માની ફિલ્મોમાંની આ એક મોટી થિએટર રિલીઝ હશે. આ ફિલ્મનો વિષય કે વાર્તા હજુ સુધી જાહેર થયા નથી. આ ફિલ્મમાં ટાઇગર અને લક્ષ્ય બંને હોવાથી ફિલ્મમાં ભરપુર એક્શન સાથે મનોરંજન હશે એવી અપેક્ષા છે.
ધર્મા પ્રોડક્શન માટે રાજ મહેતાએ આ પહેલાં ગૂડ ન્યુઝ, જુગ જુગ જીયો અને સેલ્ફી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે.આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને લક્ષ્ય વચ્ચે એક ડાન્સની ટક્કર પણ જોવા મળશે. આ અંગેના અહેવાલો મુજબ આ ગીત માટે મુંબઇની મુકેશ મિલ્સમાં ડસેમ્બર ૨૦૨૫માં એક શૂટ થયું હતું, જે ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે તેમાં લગભગ ૧૦૦ ડાન્સર્ટનું વિશાળ ક્‰ જોવા મળશે.એવા પણ અહેવાલો છે કે આ ગીતમાં બંને એક્ટર્સની અલગ અલગ ડાન્સ સ્ટાઇલની ટક્કર જોવા મળશે. ટાઇગરનો ડાન્સ તો તેની બધી ફિલ્મોમાં વખણાયો છે, આ ગીતમાં તે એનર્જેટિક એથ્લેટિક એનર્જી સાથેનાં ડાન્સમાં જોવા મળશે અને લક્ષ્યનો ડાન્સ ફ્લુઇડ અને એફર્ટલેસ હશે. આ ગીત ફિલ્મ માટે મહત્વનું હશે. ss1
