બૅબી બમ્પ સાથે દીપિકા પાદુકોણની ઝલકથી ફૅન્સ ખુશ
રણવીર સાથે બાન્દ્રાનાં નવા ઘરમાં દીપિકાની ઝલક મળી
બંનેએ ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતા
મુંબઈ, દીપિકા અને રણવીર સિંહના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એક ઘરની બાલ્કનીમાં ઉભેલાં જોવા મળે છે. દીપિકા પાદુકોણ હાલ બીજી વખત પ્રેગનન્ટ છે અને પહેલી વખત તે બૅબી બમ્પ સાથે જોવા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સાંજે બાંદ્રાનાં તેમના સી ફેસિંગ ક્વોડ્›પ્લેક્સની બાલ્કનીમાં ઉભેલાં જોવા મળ્યાં હતાં. જેમની ઝલકથી ફૅન્સ ખુશ થઈ ગયાં હતાં અને તેમનાં વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.
તેઓ પોતાનાં ઘરમાં ચાલી રહેલાં કામ અંગે માહિતી લેવાં આ ઘરની મુલાકાતે પહોંચ્યાં હતાં. તેઓ તેમનાં વધતા પરિવાર સાથે આ ઘરમાં રહેવા આવાવનાં છે. આ વખતે દીપિકાએ ખુબ કમ્ફર્ટેબલ વ્હાઇટ ઓવરસાઇઝ શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યાં હતાં. જ્યારે રણવીર લાલ રેડ ટીશર્ટ અને બ્લૅક ટ્રાઉઝર અને બ્લેક ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. પરંતુ આ ઘટનામાં બધાનું ધ્યાન દીપિકા અને તેના ચહેરા પરની ચમકે ખેંચ્યું હતું. અનેક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ તેમની આ તસવીરો અને વીડિયોથી ભરાઈ ગયા હતા અને તેનાં પર અનેક લોકોએ ખુશી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં જ દીપિકા અને રણવીરે તેઓ બીજી વખત માતાપિતા બનવાના હોવાની વાત ફૅન્સ સાથે શેર કરી હતી. જેમાં તેમણે તેમની પહેલી પુત્રી દુઆના હાથમાં એક પ્રેગનન્સી ટેસ્ટ કિટ પકડેલી બતાવી હતી. તેમણે ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતો. તે સિવાય પોતાની ફિલ્મોથી બંને સતત ચર્ચામાં રહ્યાં છે. રણવીર હાલ ધુરંધરની સફળતા સાથે ડોન ૩ મુદ્દે પણ ચર્ચામાં છે અને દીપિકાએ છેલ્લે શાહરુખ સાથે કિંગ માટે કામ કર્યું છે. ss1
