Western Times News

Gujarati News

ફોર્ચ્યુન ઈન્ડિયાના ટોપ ૨૫ વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં વિરાટ પહેલા સ્થાને

ફોર્ચ્યૂન ઇન્ડિયા વેલ્યૂએબલ સેલિબ્રિટી લિસ્ટ જાહેર

ફોર્ચ્યુન ઈન્ડિયાના ટોપ ૨૫ વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં શાહરૂખ ખાન બીજા નંબર પર છે

વિરાટ પહેલા સ્થાને, શાહરૂખ બીજા, પ્રિયંકાની વેલ્યૂ રણવીર કરતા વધારે

મુંબઈ, ફોર્ચ્યુન ઈન્ડિયા દર વર્ષે વેલ્યુએબલ સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કરે છે. આ વખતે આ લિસ્ટમાં પહેલા નંબર પર ક્રિકેટર વિરાટ કોહલી છે, તેની બ્રાન્ડ વેલ્યુ ૩,૫૪૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ જ લિસ્ટમાં બોલિવૂડના ઘણા જાણીતા સેલેબ્સના નામ પણ સામેલ છે. ફોર્ચ્યુન ઈન્ડિયાના ટોપ ૨૫ વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં શાહરૂખ ખાન બીજા નંબર પર છે. હાલ તે પોતાની અપકમિંગ ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે. તો દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે.

પ્રિયંકા ચોપરાના કરિયર ફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં હોલીવુડમાં એક્ટિંગ કરી રહી છે અને ફિલ્મો પ્રોડયુસ કરી રહી છે. સાથે જ એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીના શૂટિંગ માટે પણ તે સમયાંતરે ભારત આવતી રહી છે. આ લિસ્ટમાં પાંચમા નંબર પર રણવીર સિંહ સામેલ છે. ધુરંધર ળેન્ચાઇઝીનીફિલ્મો કર્યા પછી તેની બાન્ડ વેલ્યુ ઘણી વધી ગઈ છે. તેની ફિલ્મ ધુરંધર-૨ એ બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીછે. આવું કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.ફોર્ચ્યુન ઇન્ડિયાના ટોપ ૨૫ વેલ્યુએબલ સેલિબ્રિટીઝના લિસ્ટમાં અક્ષય કુમાર દઠ્ઠા નંબર પર છે.

તાજેતરમાં જ તેમની ફિલ્મ ભૂત બંગલા રિલીઝ થઈ છે, ટૂંક સમયમાંજ તેઓ એક ફિલ્મ હૈવાનમાં જોવા મળશે. ફોર્ચ્યુન ઈન્ડિયાના રેન્કિંગ લિસ્ટમાં ૭મા નંબર પર અમિતાભબચ્ચન છે. જ્યારે ૯મા નંબર પર આલિયા ભટ્ટ અને ૧૦મા નંબર પર અલ્લુ અર્જુન છે.ટોપ ૨૫માં દીપિકા પાદુકોણ ૧૧મા નંબર પર, રશ્મિકા મંદાના ૧૭મા નંબર પર છે. આ લિસ્ટમાં કૃતિ સેનન, નયનતારા, દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ પણ સામેલ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.