Western Times News

Gujarati News

ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ એક મહિનામાં 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા

AI Image

1,470 વ્યક્તિઓમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશસુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા

ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે,” રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિક

Gandhinagar, નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી  વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું.  આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં.

7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતીઆ અભિયાન હેઠળ વર્ષો જુના કેસો ફરી ખોલવામાં આવ્યાં હતા. પોલીસના રેકોર્ડ અનુસાર વર્ષ 2007થી અત્યાર સુધી ગુજરાતમાં કુલ 24,767 લોકો ગુમ થયેલા હોવાનું નોંધાયું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ મહિલા સુરક્ષાબાળકો અને સામાન્ય વર્ગનાં લોકોના રક્ષણનશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહીગેરકાયદે દેશમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને શોધવાનું અભિયાન અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત નાગરિક-કેન્દ્રિત પોલીસિંગ અભિગમને આગળ ધપાવી રહી છે. ‘ઓપરેશન મિલાપ’ આ પ્રયાસોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે.

ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે,” *ગુજરાત પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું.*

આ સમગ્ર અભિયાન ટેકનિકલ અને ખાગની બાતમીનાં આધારે ચલાવવામાં આવ્યું હતું. તેમાં જૂના કેસ રેકોર્ડની વિગતવાર સમીક્ષા તથા ફિલ્ડ પર નવી ચકાસણીનો સમાવેશ થાય છે. પોલીસ ટીમોએ ડિજિટલ રેકોર્ડસોશિયલ મીડિયા પ્રવૃત્તિઓજાહેર પરિવહન કેન્દ્રો અને આશ્રય ગૃહોની તપાસ કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા સૂત્રો મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો,” *ગુજરાત CID ક્રાઇમ (મહિલા સેલ)નાં અધિક પોલીસ મહાનિર્દેશક મહાનિદેશક શ્રી અજય ચૌધરીએ જણાવ્યું* .

ઓપરેશન મિલાપ દરમિયાન ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓના કેસો પાછળના મહત્વપૂર્ણ તારણો જાણવા મળ્યા છેગુમ થવામાં સૌથી મોટો વર્ગ કિશોરીઓનો છે તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ વિશેષ અભિયાન દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢ્યા હતા. તેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા અનેક કેસો તેમજ રાજસ્થાનઉત્તર પ્રદેશમધ્ય પ્રદેશબિહારઆસામઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મળેલી સફળતાઓનો પણ સમાવેશ થાય છે,” એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું.

અભિયાન દરમિયાન શોધી કાઢવામાં આવેલા કુલ 1,470 વ્યક્તિઓમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યભરની તમામ પોલીસોમાં સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. 

શોધી કાઢવામાં આવેલા કેસોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ખાસ કરીને 14થી 17 વર્ષની વયની કિશોરીઓમાં પ્રેમ સંબંધો અને ઘરેથી ભાગી જવાની ઘટનાઓ ગુમ થવાના મુખ્ય કારણો રહ્યા છે. માતા-પિતાનો ઠપકોઅભ્યાસમાં નિષ્ફળતા અને ગૃહકંકાસ જેવા પારિવારિક કારણો પણ મહત્વપૂર્ણ પરિબળો તરીકે જાણવા મળ્યા છે.રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂર પરિવારોનાં સભ્યોનાં ગુમ થવાનાં કિસ્સા પણ જોવા મળ્યા છે.” સિનિયર પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

આ અભિયાનના ભાગરૂપે પોલીસે વર્ષ 2007થી નોંધાયેલા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને ફરી ખોલીને તેમની સમીક્ષા કરી હતીજેના પરિણામે વર્ષોથી કોઈ માહિતી ન મળેલા અનેક ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ’ની સફળતાનું શ્રેય સઘન તપાસગુપ્તચર માહિતી એકત્રિત કરવીમોબાઇલ ફોન વિશ્લેષણવિવિધ રાજ્યો વચ્ચેના સંકલન અને પરિવાર પરામર્શ જેવી કામગીરીને આપ્યું છે.  આ પહેલ ગુજરાત પોલીસના સંવેદનશીલ અને જનકેન્દ્રિત પોલીસિંગ અભિગમને વધુ મજબૂત બનાવે છે અને ગુમ થયેલા વ્યક્તિઓના દરેક કેસના નિરાકરણ સુધી સતત ધ્યાન કેન્દ્રિત રાખવાની તેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.