પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા શ્રમિક વર્ગના ભાઈ-બહેનો માટે નિઃશુલ્ક અન્ન સેવાનું આયોજન
પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા માનવ સેવાની અનોખી શરૂઆત
Surat, “લોક સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર ધ્યેય સાથે પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેર ખાતે પ્રથમ જનકલ્યાણકારી સેવા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પાર્થસિંહ પરમારની સૂચના અને પ્રેરણા હેઠળ તથા ઉપપ્રમુખ શ્રી જીગર પટેલની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય યોજાયું હતું.
કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ, નિરાધાર અને શ્રમિક વર્ગના ભાઈ-બહેનો માટે નિઃશુલ્ક અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ સેવા કાર્યમાં યુવા શક્તિએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને Dr. Subhash University, Junagadh ની School of Arts & Humanities માં Bachelor of Arts નો અભ્યાસ કરતી કુમારી અંજલી રમેશ રાઠોડ તથા કુમારી હર્ષિતાબેન દેવાભાઈ પરમાર એ સેવા પ્રવૃત્તિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. યુવાનો દ્વારા સમાજસેવામાં આપવામાં આવેલ યોગદાન અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું હતું.

ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી પાર્થસિંહ પરમારે જણાવ્યું હતું કે, “આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ સમાજસેવાના વિશાળ અભિયાનની શરૂઆત છે. પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશન આગામી સમયમાં સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં અન્ન સેવા, શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, પર્યાવરણ જાગૃતિ, મહિલા સશક્તિકરણ, ગૌ સેવા અને વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરશે. સમાજના દરેક વર્ગને સાથે લઈને સેવા અને માનવતાનું એક મજબૂત માળખું ઊભું કરવાનો અમારો સંકલ્પ છે.”
ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી જીગર પટેલે જણાવ્યું હતું કે સમાજના સક્ષમ લોકો, દાતાશ્રીઓ અને યુવાનો જો સેવા કાર્યમાં જોડાશે તો જરૂરિયાતમંદ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાશે અને સમાજમાં સેવાભાવની નવી ચેતના ઉભી થશે.
આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના મંત્રી શ્રી નીરવ પટેલ સહિત અન્ય સેવાભાવી કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજના દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને સેવાભાવી નાગરિકોને આ સેવાયજ્ઞમાં જોડાઈ માનવતાના કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી હતી.
પુષ્ય જનકલ્યાણ ફાઉન્ડેશનનો વિશ્વાસ છે કે આજની આ નાની શરૂઆત આવનારા સમયમાં સમગ્ર ગુજરાત અને ભારત માટે એક મોટા જનકલ્યાણકારી આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે અને હજારો જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સહારાનું કિરણ બની રહેશે.
