‘હું ઈરાનની દરેક હિટ લિસ્ટમાં ટોચે, મારી હત્યાનું કાવતરું રચાયું’ : ટ્રમ્પ
યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઇરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો
વોશિગ્ટન,મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. આ ભયાનક સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યાે છે કે ઇરાન ટ્રમ્પનો જીવ લેવાનું કાવતરું રચી રહ્યું છે. નાટો શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “ઇરાન અમેરિકી નેતાઓને ખતમ કરવા માંગે છે અને હું તેમની દરેક હિટ લિસ્ટમાં સામેલ છું.
અત્યાર સુધી નસીબે મારો સાથ આપ્યો છે, પણ કદાચ આ કાયમ નહીં ચાલે. તેઓ ખૂબ જ ક્‰ર લોકો છે અને આપણે આ કેન્સરથી છુટકારો મેળવવો જ પડશે.” આ સાથે જ ટ્રમ્પે ઇરાન સાથેના તમામ કરારો સત્તાવાર રીતે સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી દીધી છે.આ સનસનાટીભર્યા નિવેદન પહેલાં, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઇરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાગરિક જહાજો પર ઇરાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવા માટે યુએસ સેનાએ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર ઇન્સ્ટોલેશન અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ની ૮૦થી વધુ નાની સૈન્ય બોટોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યાે છે.
ઇરાની મીડિયાના અહેવાલો અનુસાર, બંદર મહશહરમાં આ હુમલા દરમિયાન એક સભ્યનું મોત નીપજ્યું છે. જ્યારે બૂશેહર (જ્યાં ઇરાનનો પરમાણુ પ્લાન્ટ આવેલો છે) સહિતના અનેક વિસ્તારો ધડાકાઓથી ધ્‰જી ઉઠ્યા હતા.અમેરિકાના આ આક્રમણના જવાબમાં ઇરાને પણ તાત્કાલિક વળતો પ્રહાર કર્યાે છે. ઇરાની સેનાએ બહરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ હુમલા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, બહરીનમાં અમેરિકી નૌસેનાની ‘ફિફ્થ ફ્લીટ’ તૈનાત છે, જ્યારે કુવૈતમાં અમેરિકી થલસેનાના જવાનો તૈનાત છે. કુવૈતના સત્તાવાર અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની ડિફેન્સ સિસ્ટમે ઇરાનની ૨ બેલિસ્ટિક મિસાઇલો અને ૧૩ ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અનર્થ ટાળ્યો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલા આ ખુલ્લા જંગને કારણે વૈશ્વિક સ્તરે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.SS1
