Western Times News

Gujarati News

ઈ-૨૦ પેટ્રોલથી નુકસાન થયું હોય તેવી એક કાર તો બતાવો : નીતિન ગડકરી

ઈ-૨૦ પેટ્રોલને લઈને કેન્દ્રીય મંત્રીનો પડકાર

દારુ ઓછો પીવો, અમારે પેટ્રોલમાં ભેળવવા ઇથેનોલની જરૂર છે મણિશંકર ઐયરનો બે દાયકા જૂનો વિડીયો વાઇરલ

નવી દિલ્હી,કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ટીકાકારોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઈ એકપણ એવી કાર બતાવો જેમા ઈ-૨૦ પેટ્રોલના કારણે સમસ્યા સર્જા હોય. ઈ-૨૦ પેટ્રોલ એટલે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની અનિવાર્યતાને લઈને ટીકા અને ગાડીઓનું માઇલેજ ઘટવાની ફરિયાદો અંગે આ પ્રકારની વાત કરવામાં આવી.ગડકરીએ વિકસિત ભારતને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અશ્મિજન્ય ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ પરનું અવલંબન ભારત માટે મોટો પડકાર છે.

ભારતે તેની પાછળ દર વર્ષે ૨૨ લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. તે પર્યાવરણ માટે પણ ભયજનક છે. તેથી દેશની પ્રગતિ માટે સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવું જરુરી છે.તેમણે જણાવ્યું હતું કે આ ઈ-૨૦ પેટ્રોલના કારણે અત્યાર સુધી કોઈ કારમાં તકલીફ પડી હોય તેવી કોઈ વાત સામે આવી નથી. શું દેશમાં કોઈ એવી કાર છે જેમા ઇ૨૦ પેટ્રોલના ઉપયોગના કારણે કોઈ તકલીફ પડી હોય, તકલીફ પી હોય તો તેનું નામ બતાવવામાં આવે.

તેમણે જણાવ્યું હતું કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સામે રીતસરનું પદ્ધતિસરનું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. રૂપિયા વેરીને આ અભિયાન ચલાવાઈ રહ્યું છે.ભારતે નિર્ધારિત સમય પહેલા જ ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. તેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. ઇથેનોલ, શેરડી, મકાઈ, ચોખાના પાકના વધેલા અવશેષોમાંથી પડે છે. તેના કારણ ખેડૂતોને પછી પરાળી બાળવાની જરૂર પડતી નથી.

ઇથેનોલનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે યુપીએ સરકારમાં પેટ્રોલિયમ પ્રધાન રહેલા મણિશંકર ઐયરનું ૨૦૦૫નું ભાષણ વાઇરલ થઈ રહ્યું છે. તેમણે સંસદમાં આ ભાષણ આપ્યું હતું. તેમા મણિશંકર ઐયર જણાવે છે કે પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવશે. જો ઇથેનોલનું ઉત્પાદન વધે છે તો તેનો ઉપયોગ વધારવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે દારુ પીવાનું બંધ કરો. આમ પણ ઇથેનોલના કાચામાલનો મોટો હિસ્સો તેને બનાવવામાં જતો રહે છે. તેના પછી જે વધે છે તેનો હિસ્સો અમારી પાસે આવે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.