Western Times News

Gujarati News

મહેસાણાના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું

પાટણ-બનાસકાંઠા જિલ્લાના બે જણાએ મહેસાણામાં પેઢી બનાવી હતી

બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ળોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું

મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે શખ્સોએ મહેસાણામાં પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાંની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે આ સાયબર ફ્રોડ રેકેટમાં વપરાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’નો પર્દાફાશ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોકો સંદિપકુમાર અને તેમની ટીમને કેન્દ્રીય 14C સમન્વય પોર્ટલ પરથી કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્‌સ)ના ઇનપુટ્‌સ મળ્યા હતા.

જેની ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરાતાં ભારતભરમાં સાયબર ફ્રોડ આચરીને મોટી રકમની શંકાસ્પદ હેરાફેરી મહેસાણા જિલ્લાનાં મ્યુલ એકાઉન્ટ્‌સમાં થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ તપાસ દરમિયાન સમન્વય પોર્ટલ પરથી મહેસાણા એસબીઆઈનું એક ખાતું મ્યુલ એકાઉન્ટ તરીકે મળ્યું હતું. જે અંગે પોલીસે વધુ તપાસ કરતાં પાટણના દુનાવાડા ગામના ચૌધરી વિષ્ણુભાઈ જગમાલભાઈ અને બનાસકાંઠાના કુંભારડી ગામના ચૌધરી હિતેશકુમાર કાન્તિલાલે મહેસાણાના હબટાઉનના ડી બ્લોકના પહેલા માળના સરનામે ‘જુવોનેક્સીસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ ના નામે એક પેઢી ઊભી કરી હતી, આ કંપનીના નામે SBIમાં આ કરંટ ખાતું ખોલાવવામાં આવ્યું હતું.

આ ખાતાનો ઉપયોગ દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નિર્દાેષ લોકોનાં નાણાંની હેરાફેરી કરવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓ આ નાણાં તેમનાં ન હોવાનું જાણતા હોવા છતાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે ઉપાડી લેતા અથવા અન્ય મળતિયાઓને ટ્રાન્સફર કરી દેતા હતા. પોલીસે પેઢીના પ્રોપરાઈટરો વિષ્ણુભાઈ જગમાલભાઇ ચૌધરી (રહે.ચૌધરીવાસ, દુનાવાડા, તા.જિ.પાટણ) તથા હિતેશકુમાર કાન્તીલાલ ચૌધરી (રહે. પટેલવાસ, કુંભારડી, જિ. બનાસકાંઠા) સામે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અન્ય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની ટેકનિકલ ટીમે આ બેંક ખાતાનું ‘NCCRP’ (નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ) પર વિશ્લેષણ કરતાં આ બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ળોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું. જે પૈકી કુલ ૪૪ ફરિયાદો એવી છે, જેમાં છેતરપિંડીનાં નાણાં સીધેસીધાં (લેયર-૧) આ જ ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. પ્રાથમિક રીતે માત્ર આ ૪૪ ફરિયાદોમાંથી જ સાયબર ફ્રોડની કુલ રૂ.૫,૩૦,૬૬૮ રકમ આ ખાતામાં જમા થઈ હોવાનું જણાયું હતું. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.