Western Times News

Gujarati News

ખાનગી સોસાયટીઓ પાસેથી વાજબી ફી લઈ ગટર સાફ કરી આપોઃ કમિશ્નર

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરના અનેક વિસ્તારોમાં સમયાંતરે પાણીમાં ગટરનાં પાણી ભળી જવાની ફરીયાદો ઉઠતી રહે છે. તેના માટે ઠેકઠેકાણે ગેરકાયદેસ બાંધકામો કારણભુત હોવાનું જાણી કમીશ્નરે વોટર પોલ્યુશનની સમસ્યા હલ કરવા માટે પાણી-ગટરની લાઈનો ઉપરના ગેરકાયદે બાંધકામો કારણભુત હોવાનું જાણી કમીશ્નરે વોટર પોલ્યુશનની સમસ્યા હલ કરવા માટે પાણી-ગટરની લાઈનો ઉપરના ગેરકાયદે બાંધકામો-દબાણો તોડી નાખવાની સુચના આપી હતી.

મ્યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર કમીશ્નર બંછાનીધી પત્નીએ તમામ ડે.કમીશ્નર આસી.કમીશ્નર અને વિવિધ વિભાગોના વડા અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં સમયાંતરે પીવાનાં પાણીમાં ગટરના ગંદા પાણી ભળી જવાથી સર્જાતી પાણીજન્ય રોગચાળા સહિતની સમસ્યાઓના ઉકેલ માટે સઘન ચર્ચા કરી હતી.

મ્યુનિ. સુત્રોએ કહયું કે ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં અને ત્યારબાદ શાહીબાગ જેવા પોશ વિસ્તારમાં પણ વોટર પોલ્યુશનની માથાકુટને મામલે વ્યાપક વિવાદ અને રોષને ધ્યાને લઈ કમીશ્નરે અધિકારીઓને જવાબદારી તો ફિકસ કરી છે. તેની સાથે સાથે ચોકકસ વિસ્તારોમાં પાણી ગટરની લાઈનો ઉપરના દબાણો નોટીસ આપીને જરૂર પડશે તોડી નાખવાની સુચના આપી હતી.

મ્યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર પાણીમાં પોલ્યુશન આવવાની ફરીયાદો સીસીટીઆરએસમાં વધી રહી હોવાના મુદે ચર્ચા ચાલુ થઈ હતી. તેમાં દક્ષીણ ઝોનની એક સોસાયટીમાંથી ડ્રેનેજ અંગે ફરીયાદ ઉકેલાઈ નહોતી. આ બાબતે ડે.કમીશ્નરે ખાનગી સોસાયટી હોવાથી મ્યુનિ. તેમાં કામ કરી શકતું નથી. તેવો જવાબ આપ્યો હતો.

આ સાંભળી કમીશ્નરને એવું કહયું કે ખાનગી સોસાયટીઓ પણ શહેરમાં જ આવેલી છે અને ત્યાં પાણીજન્ય રોગચાળો ફેલાશે તો આપણે જ દોડવું પડશે. તેથી ખાનગી સોસાયટીઓમાં જરૂરી ફી લઈને ગટર સફાઈ વગેરે કામ કરી આપવાનું હિતાવહ છે.અને તેના માટે એક અલગ એસઓપી બનાવી અમલ કરવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ શહેરના દક્ષીણ પુર્વ અને ઉત્તર ઝોનમાં વોટર પોલ્યુશનની ફરીયાદોમાં ભારે ઉછાળો આવ્યો છે. વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજજો પામેલા અમદાવાદ શહેરના સ્થાપયો ઉપરાંત રહેણાંક અને શૈક્ષણીક સંસ્થાનો આવેલાં છે. ત્યાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા તેમજ તાજતેરમાં ગરમીનાં દિવસોમાં જયાં હોટસ્પોટ જાહેર થયાં માટે ગાર્ડન ખાતાને સુચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત કમીશ્નરે ૪૮ વોર્ડમાં પબ્લીક હેલ્થ સુપરવાઈઝર શું કામ કરે છે તેવો સવાલ પુછતાં તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો. કે પીએચએસ સોલીડ વેસ્ટ વિભાગહતો કે, પીએચએસ સોલીડ વેસ્ટ વિભાગ માટે કામ કરે ેછે. અને તેમના હાથ નીચે સેનેટરી ઈન્સ્પેકટર તથા સબ ઈન્સ્પેકટર હોય છે. આ સાંભળી કમીશ્નરે પીએચએસને પાણીનાં સેમ્પલ લેવડાવાની અને ચકાસણી માટે મોકલવા સહિતની જવાબદારી સોપો તે તેમની પ્રાયોરીટીમાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.