ભારતની બીન જોડાણવાદી અને તટસ્થ વિદેશ નિતિએ ભારતને વિશ્વનું મિત્ર બનાવી અનેક વૈશ્વિક પડકારો હલ કર્યા છે !
AI Image
ત્યારે આ તટસ્થ વિદેશ નિતિને દેશની રાષ્ટ્ર નિતિ બનાવી નેતાઓ ભારતના લોકોની અનેક સમસ્યાઓ કેમ હલ કરતા નથી ?!
અમેરિકા નિર્ણાયક ક્ષણે ભારત જોડે તટસ્થ નથી રહ્યું ! જયારે રશિયાએ વર્ષ ૧૯૭૧થી ભારત સાથે દોસ્તી નિભાવી રહ્યું છે !
મારા વગર દુનિયા ચાલશે નહીં એવું માનનારા લોકોથી કબ્રસ્તાનો ભરેલા છે – ચાર્લ્સ દ. ગોલ !!
વર્ષ ૧૯૩૪ માં યહુદીઓની કત્લેઆમ કરાવી ૬૦ લાખ યહુદીઓની હત્યા કરાવનાર અંતે આત્મહત્યા કરી દુનિયા છોડી ગયો !
ફ્રેન્ચ પ્રમુખ અને ફ્રેન્ચ જનરલ અને લેખક ચાર્લ્સ દ. ગોલ કહે છે કે, ‘મારા વિના દુનિયા નહીં ચાલે એવું માનનારા લોકોથી કબ્રસ્તાનો ભરેલા છે’! વિશ્વમાં અનેક સત્તાના મહત્વકાંક્ષી નેતાઓ આવ્યાને ચાલ્યા ગયા ! માનવીનું નામ તેના સદ્દકર્માેથી જીવંત રહે છે ! દુનિયા માટે ઉદાહરણરૂપ બનો !
આજે હીટલર ! સદ્દામહુસેન અને જનરલ ગદ્દાફીને લોકો ઓળખે છે પણ યાદ નથી કરતાં ! તો બીજી બાજુ દુનિયામાં અબ્રાહમલિંકન, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, થિયોડોર રૂઝવેલ્ટને દુનિયા યાદ કરે છે ! માટે દુનિયા તેમને ઓળખે એ પુરતું નથી ! શ્રેષ્ઠ રીતે યાદ કરે એ જરૂરી છે ! સિધ્ધાંતો, મૂલ્યો અને આદર્શાે માટે જાન આપી દેનારા અનેક નેતાઓ છે ! તસ્વીર ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની છે !
આ લોકશાહી આઝાદી, સાર્વભૌમત્વનું પ્રતિક છે ! તેનું ગૌરવ જાળવનારા નેતાઓની ભારતને જરૂર છે ! આઝાદી સમયે તમામ જાતિ, ધર્મ, કોમના લોકો એક થઈને લડયા અને આઝાદી મેળવી માટે ‘સત્તા’ મહત્વની નથી !
આઝાદી અને દેશનું સાર્વભૌમત્વ અગત્યનું છે ! માટે દેશની આંતરિક નિતિ અને દેશની બ્રાહ્ય વિદેશ નિતિ એવી બનાવો કે ભારતની આઝાદી સલામત રહે અને ભારતની વિદેશ નિતિ ગૌરવપૂર્ણ રહે ! અત્યારે દેશના ત્રિરંગાનું ગૌરવ જાળવવા સૌથી વધુ મોટું યોગદાન આપતું હોય તો દેશનું ‘ન્યાયતંત્ર’ છે ! ‘સુપ્રિમ કોર્ટ’ છે ! આ ‘સત્ય સ્વીકારવાનો હવે સમય આવ્યો છે’ એવું સમગ્ર વકીલ આલમને નથી લાગતું ? ! તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
અમેરિકા વારંવાર ભારતનું અપમાન કરે છે તેની સામે નરેન્દ્રભાઈ મોદીએ ‘ચુપ રહેવાની મુત્સદ્દીગીરી અપનાવીને અમેરિકાને વધુ ભારત વિરોધી થતાં રોકયું છે’!
આજે દુનિયા હીટલર, સદ્દામહુસેન, ગદ્દાફીને જાણે છે પણ યાદ તો અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને થિયોડોર રૂઝવેલ્ટને કરે છે ?! એના જેવા અનેક નેતાઓને યાદ કરે છે ?!
બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે અદ્દભૂત ‘સત્ય’ કહ્યું છે કે, ‘સત્યને તેની ચડ્ડી પહેરવાની તક મળે, ત્યાં સુધીમાં તો ‘અસત્ય’ પૃથ્વીનો અડધો આંટો મારી ચૂકયું હોય છે’!! જયારે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર કહે છે કે, ‘અસત્યને મોટું બનાવી એને સરળ બનાવી નાંખો અને બધાંને વારંવાર કહેતા ફરો, લોકો તેને માનવા લાગશે’!! વિશ્વમાં મુખ્યત્વે ત્રણ વિચારધારા એક છે ! લોકશાહી બીજી છે ! સામ્યાવદી ત્રીજી છે ! સરમુખત્યારશાહી ! હવે ખરેખર તો લોકશાહી વિચાર ધારાનો માનવી એ માનવતાવાદી, સંવેદનશીલ અને માનવીય મૂલ્યો માટે નેતૃત્વ કરતો નેતા હશે !
‘સત્તા માટે નહીં સત્ય માટે જીવનારો નેતા હશે’! બીજી વિચારધારા સામ્યવાદી વિચાર ધારા છે જેમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને કોઈ સ્થાન નથી ! ત્રીજી વિચાર ધારા છે સરમુખત્યારશાહી ! જેમાં ‘હું’ જ સાચો, હું જે કહું તે જ સાચું અને વિરોધીઓનું કોઈ સ્થાન જ નથી ! આ છે સરમુખત્યારશાહી ! આ વિચારી હવે તમે તમારા નેતાઓને ઓળખો કે વારંવાર કાચીંડાની જેમ રંગ બદલતા નેતાઓનો અસલી રંગ કયો છે ?!
એ લોકશાહી વાદી અબ્રાહમ લિંકન છે ?! સામ્યવાદી રશિયન નેતા છે કે પછી સામ્યવાદી ચીની નેતા છે ?! કે પછી જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર છે ?! મારા સિવાય કોઈ નેતા ન હોઈ શકે, મારા રાજકીય પક્ષ સિવાય બીજો કોઈ પક્ષ ન હોઈ શકે ! આ એક નગ્ન હીટલરશાહી વિચાર ધારા છે ! જર્મનીમાં હીટલરે આ વિચાર ધારા સાથે રાજ કર્યુ ! અને વિશ્વ ગુરૂ બનવા સમગ્ર વિશ્વને વિશ્વયુદ્ધમાં ધકેલી દીધું !
સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર જર્મન નેતા એડોલ્ફ હીટલરને તમે ઓળખો છો ? ‘અસત્ય’ ને ‘સત્ય’ તરીકે લોકોના મગજમાં ઠસાવવાની આવડત હોય એ જ ‘હીટલર’ બની શકે ?!
જર્મનીના એડોલ્ફ હીટલરે પોતાનું સર્વસ્વ પોતાના રાજકીય પક્ષ ‘નાઝી’ ને સોંપીને પક્ષને આગળ કરીને તેણે પોતાના રાજકીય પક્ષને પધ્ધતિસરનો વિકાસ કરવાની વ્યુહ રચના અપનાવી ! પોતે જર્મનીના ઉદ્ધાર માટે જ જીવે છે એવું લોકોના મગજમાં ઠસાવવામાં કામિયાબ થયો હતો ! સમાચાર પત્રોમાં જાહેર ખબરો છપાવી લોકોની માનસિકતા પર પ્રભુત્વ મેળવ્યું હતું !
પોતાના ભાષણો દ્વારા લોકોને રાષ્ટ્રવાદનો ડોઝ પાઈને સૈનિકોમાં દેશદાઝ પેદા કરવામાં હીટલર સફળ થયો ! અને હીટલર લોકોની માનસિક નબળાઈ જાણતો હતો કે, ‘નબળા લોકો જ કઠિન પરિસ્થિતિથી બચવા માટે બહુમતીના પક્ષે રહે છે અને હીટલર માનતો હતો ને મનાવતો હતો કે, કોઈપણ સદીમાં એક થી વધારે મહાન વ્યક્તિ પેદા થઈ શકતો નથી’!!
હીટલરે દેશમાં ઠેર, ઠેર યુદ્ધ ફાટી નીકળશે એવી દહેશત ફેલાવી ?! હીટલર ૮ નવેમ્બર, ૧૯૨૩ માં મીસ્ટર કહર, લોસલો અને સીઝર મ્યુનિમ બિયર હોલમાં સભા કરી રહ્યો હતો ત્યાં પહોંચી જઈ ફાયરીંગ કરી જાહેર કર્યું કે રાષ્ટ્રીય ક્રાંતિ ચાલુ થઈ ગઈ છે ! હીટલરે હળાહળ જુઠ્ઠાણું ચલાવ્યું કે સેના જનરલ લુડેનડ્રાફ સાથે મળીને એણે નવી સરકારનું નિર્માણ કરી દીધું છે !
બ્રવેરિયા સરકારના ત્રણ નેતાઓ હીટલરની નવી સરકારમાં જોડાઈ ગયા છે અને એમણે સંપૂર્ણ ટેકો જાહેર કરી દીધો છે ! કડવું સત્ય એ હતું કે, હીટલરે જે કહ્યું એમાંથી કશું જ થયું નહોતું ! આમ જુઠ્ઠુ બોલવું, જોરથી બોલવું સભામાં હીટલરના ટેકેદારોને ગોઠવી પોતાની તરફેણમાં સૂત્રોચાર કરાવવા આ હીટલરની રાજકીય સ્ટેર્ટજી હતી ?!
એડોલ્ફ હીટલર યહુદી ધર્મનો, યહુદી પ્રજાનો કટ્ટર વિરોધી હતો ! યહુદી વિરોધી કાયદા બનાવી મહત્વના હોદ્દા પરથી યહુદીઓને હટાવ્યા ! વર્ષ ૧૯૩૪ માં યહુદીઓની કત્લેઆમ શરૂ કરી ! વર્ષ ૧૯૩૬ માં જર્મનીમાં ઓÂલ્મપીક રમતોત્સવનું આયોજન કરી વિશ્વને દંગ કર્યુ ! વર્ષ ૧૯૩૭ માં જર્મની, જાપાન અને ઈટાલી સંયુકત તાકાત તરીકે વિશ્વ સમક્ષ રજૂ થયા ! વર્ષ ૧૯૪૦ માં ફ્રાન્સ પર કબજો કર્યાે !
હીટલરે વર્ષ ૧૯૪૨-૪૩ માં વોર સંધિનું ઉલ્લંઘન કરી રશિયા પર હુમલો કર્યાે ! વર્ષ ૧૯૪૪ માં જર્મનીએ ફ્રાન્સ છોડવું પડયું ! વર્ષ ૧૯૪૫ માં અમેરિકા, રશિયા અને બ્રીટનની સેનાઓનો જર્મની પર હુમલો ! વર્ષ ૧૯૪૫ માં આખરે જર્મનની સરમુખત્યારની ‘તમામ પોલો’ ખુલી જતાં ૩૦ એપ્રિલના રોજ ૫૬ વર્ષ અને ૧૦ દિવસની ઉંમરે પોતાની જાતે ગોળી મારી ‘આત્મહત્યા’ કરી !
વર્ષ ૧૯૩૪ માં યહુદીઓની કત્લેઆમ કરાવી ૬૦ લાખ યહુદીઓની હત્યા કરાવનાર અંતે આત્મહત્યા કરી દુનિયા છોડી ગયો ! હા એટલું ખરૂં કે સરમુખત્યારનો પર્દાફાશ જલ્દી થતો નથી એટલે જુઠ્ઠાણું ફેલાવી લાંબો સમય સત્તા પર ટકી રહેતા હોય છે આ હતો ‘સરમુખત્યારશાહી’ રાજય પ્રથાનો ઈતિહાસ !
ભારત આઝાદીથી આજ સુધીના નેતાઓની બીન જોડાણ વાદી વિદેશ નિતિને લઈને ભારતમાં બુલેટથી નહીં બેલેટથી સત્તા પરિવર્તન થતું રહ્યું છે ! મતદારોની કોઠાસૂઝ જ લાંબેગાળે લોકશાહી માટે પરિવર્તન આવતું રહ્યું છે !
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘જીવો એ રીતે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના છો અને શિખો એ રીતે જાણે તમે કદી મરવાના જ નથી’! મહાત્મા ગાંધીની વિચાર ધારા એટલે સાદગી ! માનવતા અને એકતાની વિચાર ધારા ! આ વિચાર ધારા સાથે પંડિત જવાહરલાલ નહેરૂએ દેશ ચલાવ્યો ! સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના રાજકીય આદર્શાેના નકશીગાર બન્યા ! દેશ બ્રિટીશરોની ગુલામીની ઝંઝીરોમાંથી મુકત થયો ત્યારે દેશ પાસે કશું જ નહોતું ! પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી સામે બહુ મોટા પડકારો હતાં જે આજે કંઈ જ નથી ! પરંતુ મહત્વની વાત એ છે કે, ભારતે બીન જોડાણવાદી નિતિ એ સમયે શરૂ કરી હતી તેને આજે પણ દેશ વળગી રહ્યો છે ! એ જ સફળ વિદેશ નિતિ રણનિતિ હતી અને છે !
સાદગી સરળતા અને માનવતાને જીવનમાં મહેંકાવનાર શ્રી વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરૂષ હતાં ! પરંતુ તેમનું હૃદય ‘માનવતા વાદી’ એકતાનું પ્રહરી હતું ! કયારેક કડક અને મજબુત નિર્ણય કરતાં પરંતુ માનવતા અને માનવીય મૂલ્યો તેમણે કયારે છોડયા નહોતા ! ગાંધીજીના પ્રખર અને સાચા અનુયાયી હતાં ! સત્તા માટે દોડમાં કયારેય નહોતા !
દેશની એકતા અને અખંડિતતાના નકશીગાર ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલ ઉદાર મતવાદી, રાજકીય નૈતિકતામાં માનતા હતાં ! ભારતની બીન જોડાણવાદી વિદેશ નિતિના સમર્થક તરીકે સરદાર પટેલની ભૂમિકા અદ્દભૂત હતી ! ભારત, અમેરિકાનું મિત્ર હતું ! તો રશિયા સાથે પણ દોસ્તીના હાથ લંબાવ્યા હતાં ! આમ પંડિત જવાહરલાલ નહેરૂં અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આઝાદી પછી ભારતની બીન જોડાણવાદી વિદેશ નિતિના મૂળીયા નાંખ્યા હતાં !
ભારતની બીન જોડાણવાદી નિતિને વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ આગળ વધારી પણ સાથે અમેરિકાને કહ્યું ‘મુઠ્ઠી પણ વાળવી છે અને હાથ પણ મિલાવવા છે આ શકય છે ?!’
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાંધીમાં ત્વરીત હિંમતપૂર્વકના પગલા લેવામાં માહિર હતાં ! મુત્સદ્દી રાજકીય વિદેશ નિતિમાં ચાણકય હતાં ! વર્ષ ૧૯૫૩ માં બાડુંગ પરિષદમાં હાજરી આપી હતી ! વર્ષ ૧૯૬૪ માં પ્રથમ વાર પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના આગ્રહથી પ્રસારણ મંત્રી બન્યા હતા !
વર્ષ ૧૯૬૬ માં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા ચૂંટાયા હતાં ! ૨૪ મી જાન્યુઆરી ૧૯૬૬ માં તેઓ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતાં ! વર્ષ ૧૯૬૭ માં શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ ૧૫૨૦૦ માઈલનો પ્રવાસ કરી ભારતમાં ૧૬૦ સભાઓ સંબોધી હતી ! આ તેમની સ્થાનિક રાજકીય કાબેલિયત હતી ! રાજકીય મુત્સદ્દીગીરીમાં માહિર શ્રીમતી ઈÂન્દરા ગાંધી પડકારો સામે ઝુકતા નહોતા ! અને પડકારોથી ભાગતા નહોતા! કોંગ્રેસના સામે પડેલા નેતાઓને તેમના કદ જેટલા રાજકીય રીતે વેતરી નાંખતા હતાં !
વર્ષ ૧૯૭૧ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે પ્રથમ શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ લોકશાહી દેશને નાતે પ્રથમ અમેરિકા અને ફ્રાન્સ જોડે વાત કરી પરંતુ વર્ષ ૧૯૭૧ માં રશિયા સાથે હિંમતપૂર્વક મૈત્રી કરાર કર્યાે ! પશ્ચિમ પાકિસ્તાનની સમગ્ર સેના ભારતના શરણે આવી ગઈ ! વર્ષ ૧૯૭૨ માં પાકિસ્તાન સાથે સીમલા કરાર પણ કર્યા ! ઘર આંગણે વકરેલા ખાલિસ્તાની આતંકવાદમાંથી પંજાબને મુકત કરાવ્યું !
જુન ૧૯૮૪ માં ઓપરેશન બ્લ્યુ સ્ટાર દ્વારા ૮૦૦ ખાલિસ્તાનવાદી આંતકીઓનો સફાયો કરી પંજાબમાંથી આંતકવાદીને સાફ કર્યાે ?! તે પૂર્વે વર્ષ ૧૯૮૩ માં અલિપ્ત રાષ્ટ્રોની ૭ મી શિબિર પરિષદના પ્રમુખ બન્યા ! વર્ષ ૧૯૮૨ માં એશિયાડ ગેઈમ્સનું આયોજન પણ કરેલ અને તા. ૩૧-૧૦-૧૯૮૪ મં તેમના અંગત અંગરક્ષકો દ્વારા ગોળી મારી હત્યા કરાતા તેઓ શહીદ થયા હતાં ! આમ દેશ માટે લડનારા આંતકવાદ સામે પગલા લેનારા અને પશ્ચિમ પાકિસ્તાને હરાવી પાકિસ્તાનના બે ટુકડા કરનાર શ્રીમતી ઈÂન્દરા ગાંધી અમેરિકા અને તેમના સમર્થક દેશો સામે ઝુકયા નહોતાં !
ભારતની તટસ્થ વિદેશ નિતિને બીન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી અટલ બહારી વાજપાઈએ અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની બીન જોડાણવાદી વિદેશનિતિ સાથે રાખીને રાજકીય મુત્સદ્દીગીરીથી ભારતની સમસ્યાઓ ઉકેલી રહ્યાં છે !
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, ‘ભારત એ એક એવો દેશ છે, જે બીજા વિષે વિચારે છે, હાથમાં તલવાર લઈને અમે કયારેય બીજાની સંસ્કૃતિ પર આક્રમણ કર્યુ નથી ! આવું સામ્રાજયવાદી માનસ અમારા લોહીમાં જ નથી’! શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ વાત સત્ય છે ! આપણે સત્તા માટે કે પછી વિસ્તારવાદ માટે કે બીઝનેશ કરવા કોઈ દેશને દબાવવા પ્રયત્ન નથી કર્યાે !
અને આજે પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જરૂર પડી ત્યારે, ત્યારે રશિયા, ચાઈના, અમેરિકા સહિત ગલ્ફના દેશોમાં જઈ ભારતની બીન જોડાણવાદી વિદેશ નિતિનો પ્રમાણિકપણે સંદેશો આપ્યો છે ! જેને લઈને આજ કટોકટી સમયમાં બધેથી જ ફ્રુડ ઓઈલ લઈ શકીએ છીએ અને ભારતનના ઉદ્યોગો / ધંધાને ટકાવી રાખ્યા છે! અમેરિકા વારંવાર ભારતનું અપમાન કરે છે તેની સામે નરેન્દ્રભાઈ મોદીએ ‘ચુપ રહેવાની મુત્સદ્દીગીરી અપનાવીને અમેરિકાને વધુ ભારત વિરોધી થતાં રોકયું છે’!
આ નબળાઈ નથી વ્યુહાત્મક નિતિનો જ એક ભાગ છે ! હા એ વાત સાચી છે કે, અમેરિકા કયારેય ભારતનું થયું નથી ને થશે કે કેમ ?! તેની કોઈ ગેરેન્ટી નથી ! ડોનાલ્ડ ટ્રમ્પ પણ બેધારી રણનિતિ ખેલી રહ્યાં છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
