Western Times News

Gujarati News

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

આરોપી સામે ગુનો પુરવાર થાય છે, દયા ન દાખવી શકાયઃ પોક્સો કોર્ટ

સગીર દીકરીએ માતાના બનાવની જાણ કરતા માતાએ આરોપી વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ,શહેરના સોલા હાઇકોર્ટ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય સ્પે. પોક્સો કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે દયા ન દાખવી શકાય. ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો ૩૮ વર્ષિય ભૂપેન્દ્ર રતનસિંગ પરમાર તેના જ વિસ્તારમાં રહેતી સગીરાને ૨૩ ફેબ્›આરી ૨૦૨૦ના રોજ રાત્રે આઠ વાગ્યે ધાબા પર લઇ ગયો હતો. જ્યાં અશ્લીલ વીડિયો બતાવી ભૂપેન્દ્રએ સગીરા પર બળાત્કાર ગુજાર્યાે હતો.

આ મામલે સગીરાએ માતાને જાણ કરી હતી. ત્યારબાદ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં માતાએ આરોપી ભૂપેન્દ્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આરોપી સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ તારાબા ચુડાસમાએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે અને સાક્ષીઓની જુબાની છે, આરોપીએ સગીરાને હવસનો શિકાર બનાવી છે.

આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી ભૂપેન્દ્રને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.