ધમાલ ૪નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે
૬૦ ફૂટ ઉંચા વોટરફોલ પર ફિલ્મનું પોસ્ટર લોંચ કરવામાં આવશે
ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ હશે
મુંબઈ,આ અઠવાડિયે એક પઠી એક મોટી ફિલમોના ટ્રેલર લોંચ થઈ રહ્યા છે. પહેલાં આલ્ફાનું ટ્રેલર આવ્યું પછી વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર આવ્યું અને શુક્રવારે ઇમેજિકા ખાતે વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર લોંચ થઈ રહ્યું છે. મુંબઇ –પુણે હાઇવે પર આવેલા ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાસ ઇવેન્ટ યોજવામાં આવશે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધમાલ ૪ એક ખાસ ફિલ્મ છે એટલે મેકર્સને સ્પષ્ટ હતું કે આ ફિલ્મનું ટ્રેલર લોંચ અનોખું હોવું જોઇએ.
તેથી તેમણે ઇમેજિકામાં ટ્રેલર લોંચ કરવાનું નક્કી કર્યું. એટલું જ નહીં. ટ્રેલર લોંચની ઇવેન્ટમાં જતાં લોકો માટે પણ ખાસ અનુભવ બની રહે તે માટેની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે.” આગળ સુત્રએ જણાવ્યું, “આ ઇવેન્ટનું સૌથી મોટું આકર્ષણ ૬૦ ફૂટ ઊંચા વોટરફોલ પર ફિલ્મનાં પોસ્ટર લોંચની ઘટના હશે. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર કાસ્ટ હાજર રહેશે. આ એક ક્યારેય ન જોવા મળ્યો હોય એવો નોખો અનુભવ રહેશે. મેકર્સને લાગે છે કે આ ઘટનાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ જશે.”તેમણે આગળ જણાવ્યું, “આ એક એવી ટ્રેલર લોંચ ઇવેન્ટ છે, જે ફિલ્મના અનુભવને લાઇવ મનોરંજનના અનુભવમાં ફેરવી શકે છે.
સાથે જ ફિલ્મમાં જેમ કોઈ ખજાનાની શોધ જેવી વાર્તા છે, એવો જ અનુભવ આ ઇવેન્ટમાં પણ કરાવવામાં આવશે. તેથી હાજર રહેલાં લોકોને પણ ફિલ્મના વિષય અને ધમાલનો અનુભવ થશે.” ઇન્દ્ર કુમારના ડિરેક્શનમાં બનેલી ‘ધમાલ ૪’માં ળેન્ચાઇઝીના મુખ્ય કલાકારોની વાપસી જોવા મળશે, જેમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, સંજય મિશ્રા અને જાવેદ જાફરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ છે. SS1
