સોશિયલ મીડિયાના પડકારો સામે AIનો સાવચેતીથી ઉપયોગ કરોઃ વડાપ્રધાન મોદી
File Photo
વૈશ્વિક અનિશ્ચિતતામાં ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ ડગમગી રહી છે
વડાપ્રધાને અલ નીનો સ્થિતિનાં જોખમોથી બચવા માટે જળસંચયના સઘન પ્રયાસ પર ભાર મૂક્યો
નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને સાયબર ળોડ અને ડ્રગ એબ્યુઝ જેવા સોશિયલ મીડિયા પડકારો સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તકોનો સાવચેતીથી ઉપયોગ કરવાની સલાહ આપી હતી. અલ નીનો સ્થિતિના કારણે સંભવિત જોખમોનો સામનો કરવા જળસંચયના વધારે નક્કર અને સઘન પ્રયાસો પર તેમણે ભાર મૂક્યો હતો. નવી દિલ્હી ખાતે નીતિ આયોગની ૧૧મી ગવ‹નગ કાઉન્સિલની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશના આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતામાં ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ ડગમગી રહી છે, પરંતુ ભારતની ગ્રોથ સ્ટોરી વિશ્વ માટે પ્રેરણાદાયી બની છે. દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસનો સ્વીકાર કરવા ભલામણ કરી હતી અને ખાસ કરીને રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરની પદ્ધતિની તેમણે હિમાયત કરી હતી. તાજેતરમાં અનેક દેશોએ સાથે થયેલા વેપાર કરારનો સંદર્ભ આપીને વડાપ્રધાને આ કરારોનો અસરકારક લાભ લેવા યુવાનો અને MSMEs માટે તકો ઊભી કરવા રાજ્યોને જણાવ્યું હતું.
ભાગીદાર દેશો પાસેથી રોકાણ આકર્ષિત કરવા તેમણે રાજ્યોને સલાહ આપી હતી. સહકાર ક્ષેત્રની એકતાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને વિકસિત ભારતના ધ્યેય માટે રાજ્યો અને કેન્દ્રએ સાથે મળીને કામ કરવું જોઈએ. વડાપ્રધાને વિકસિત ભારતના ધ્યેયને દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી પહોંચાડવાના સંકલિત પ્રયાસો હાથ ધરવા સૂચન કર્યું હતું. રોકાણ આકર્ષિત કરવા માટે દરેક રાજ્યમાં સુશાસન, પારદર્શિતા અને માળખાકીય સુવિધાઓ જરૂરી છે. આ બાબત ધ્યાને રાખી રાજ્યોને બ્રાન્ડિંગ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ઊભરતા ક્ષેત્રો પર ફોકસ કરવા જણાવ્યુ હતું.SS1
