Western Times News

Gujarati News

ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે ” સ્પાઈડર-મેન:બ્રાન્ડ ન્યૂ ડે “

માર્વેલની આ ફિલ્મ માટે ૧૭ જૂનથી એડવાન્સ બુકિંગ શરૂ

ફિલ્મ સાથે ટોમ હોલેન્ડ લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત સોલો સ્પાઈડર-મેન ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ,માર્વેલ અને સ્પાઈડર-મેનના ચાહકો માટે ખુશખબર છે. ટોમ હોલેન્ડની ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ હવે ભારતમાં તેની જાહેર થયેલી રિલીઝ ડેટ કરતાં એક દિવસ વહેલી રિલીઝ થશે. સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ફિલ્મ ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારતીય સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. સ્ટુડિયોએ વધુમાં જણાવ્યું છે કે ફિલ્મ માટેની પ્રીમિયમ લાર્જ ફોર્મેટ સ્ક્રીનિંગ્સનું એડવાન્સ બુકિંગ ૧૭ જૂનથી શરૂ થશે. દર્શકો આઈમેક્સ, ૪ડીએક્સ, એમએક્સ૪ડી સહિતના પ્રીમિયમ ફોર્મેટ્‌સમાં અગાઉથી ટિકિટ બૂક કરી શકશે.

રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં એમેઝોન પ્રાઇમના સભ્યોને ફિલ્મ સામાન્ય રિલીઝ પહેલાં જોવા મળશે. વિશેષ અર્લી-ઍક્સેસ સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેઠળ પસંદગીના થિયેટરોમાં ૨૯ જુલાઈએ ફિલ્મ જોઈ શકાશે, એટલે કે અમેરિકન દર્શકોને ફિલ્મ બે દિવસ વહેલી જોવાની તક મળશે.ફિલ્મની રિલીઝની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. સ્ટુડિયોનાં જણાવ્યા મુજબ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’નું ટ્રેલર વિવિધ પ્લેટફોર્મ્સ પર એક અબજથી વધુ વ્યૂઝ મેળવનાર પ્રથમ ફિલ્મ ટ્રેલર બની ગયું છે.

ટ્રેલરમાં ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’ બાદના પીટર પાર્કરના જીવનની ઝલક જોવા મળે છે. દુનિયા હવે તેને ઓળખતી નથી અને તે વધુ પરિપક્વ તથા ભાવનાત્મક રીતે સંઘર્ષ કરી રહેલા સ્પાઈડર-મેન તરીકે સામે આવે છે.આ ફિલ્મ સાથે ટોમ હોલેન્ડ લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત સોલો સ્પાઈડર-મેન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા અગાઉની ઘટનાઓના કેટલાક વર્ષાે બાદ શરૂ થાય છે, જ્યાં પીટર પાર્કર એકાંતભર્યું જીવન જીવી રહ્યો છે અને સંપૂર્ણ રીતે ન્યૂ યોર્ક શહેરની સુરક્ષા માટે સમર્પિત છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.