મહિલાએ જૂના ક્લાસમેટ અને તેના સાથીદારો વિરુદ્ધ બળાત્કાર, ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા
એરફોર્સ કર્મચારીની પત્ની પર બળાત્કાર અને ધર્મપરિવર્તનનો આરોપ
મુંબઈ, મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક ગંભીર અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે. એરફોર્સના એક કર્મચારીની ૨૪ વર્ષીય પત્નીએ પોતાના જૂના ક્લાસમેટ અને તેના સાથીદારો વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેઇલ, નાણાં ઉઘરાણી, કથિત કાળા જાદૂ તથા બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
પોલીસે આ મામલે મુખ્ય આરોપી અયાજ મદારે અને તેના સાથી અમીન શેખની ધરપકડ કરી છે. જ્યારે ધર્મપરિવર્તન કરાવવાના આરોપ હેઠળ એક મૌલાનાની શોધખોળ માટે નાગપુર પોલીસની ટીમ મધ્ય પ્રદેશ મોકલવામાં આવી છે.
Nagpur: Wife of an Air Force officer has accused her old classmates and their associates of rape, blackmail, black magic, and forced religious conversion. In the case, two people have been arrested.
नागपुर : वायुसेना अधिकारी की पत्नी ने अपने पुराने क्लासमेट्स और उसके साथियों पर रेप, ब्लैकमेल, काला जादू और जबरदस्ती धर्म परिवर्तन का आरोप लगाया है
◆ मामले में दो लोगों को गिरफ्तरा किया गया है, लेकिन धर्म परिवर्तन में शामिल मालाना अभी भी फरार है
◆ मामला एक वीडियो सोशल मीडिया… pic.twitter.com/uZ7tjoc0VM
— News24 (@news24tvchannel) June 16, 2026
મળતી માહીતી અનુસાર, ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એક હોટલમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આરોપી અયાજે મહિલાના પીણામાં કથિત રીતે નશીલો પદાર્થ ભેળવ્યો હતો. મહિલાને ભાન આવતા તેણે જોયું કે તેની આપત્તિજનક તસવીરો અને વીડિયો બનાવવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની અને પતિને મોકલી આપવાની ધમકી આપી મહિલાને બ્લેકમેઇલ કરી હતી. મહિલાનો દાવો છે કે તેની સાથે અનેક વખત યૌન શોષણ કરવામાં આવ્યું અને તેની પાસેથી આશરે ૪ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા.
આ કેસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો તપાસ માટે મહત્વનો પુરાવો માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મહિલા રડતી જોવા મળે છે અને આરોપીને તેને છોડવા માટે વિનંતી કરતી સાંભળવામાં આવે છે. વીડિયોમાં આરોપી મહિલાનો હાથ પકડીને તેના પર ફૂંક મારતો અને ધાર્મિક મંત્રોચ્ચાર કરતો જોવા મળે છે.
મહિલાનો આરોપ છે કે તેને કહેવામાં આવ્યું હતું કે તેનું ધર્મપરિવર્તન થઈ ચૂક્્યું છે અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં મહિલાએ વધુમાં આરોપ મૂક્્યો છે કે અયાજ વારંવાર એક પ્લાસ્ટિકની બોટલમાં કોઈ પ્રવાહી લાવતો હતો અને તેને બળજબરીથી પીવડાવતો હતો.
ત્યારબાદ તે ઉર્દૂમાં કંઈક બોલતો, તેના ચહેરા પર ફૂંક મારતો અને આ પ્રક્રિયાને હિપ્નોસિસ તથા કાળો જાદૂ ગણાવતો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, આ પછી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું.
