Western Times News

Gujarati News

સુરતમાં ચાર વર્ષની માસૂમના દુષ્કર્મીને અંતિમ શ્વાસ સુધી સજા

ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી હવસ સંતોષી હતી

કોર્ટે આરોપીને સજા સાથે રૂ. ૬૦ હજારનો દંડ અને પીડિત બાળકીને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યા

સુરત,સુરતમાં વર્ષ ૨૦૨૪માં બનેલી ચાર વર્ષની માસૂમ બાળકી પરના અપહરણ અને પાશવી દુષ્કર્મના જઘન્ય કેસમાં કોર્ટે ૨૭ વર્ષના આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. ૬૦ હજારનો દંડ અને પીડિત બાળકીને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસની હકીકત એવી છે કે, બે વર્ષ પહેલાં સને ૨૦૨૪માં સુરતમાં રહેતી ચાર વર્ષની બાળકી એક રાત્રે ઘરની બહાર રમી રહી હતી ત્યારે અંકિત ગૌતમે તેને ચોકલેટની લાલચ આપી અપહરણ કર્યું હતું.

મોડીરાત સુધી બાળકી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અંકિતે બાળકી પર બર્બર દુષ્કર્મ આચર્યું હતું. રાત્રે લગભગ ૧૧ વાગ્યે અખંડ આનંદ કોલેજ નજીક રોડ પરથી બાળકી અત્યંત દયનીય હાલતમાં મળી આવી હતી. તે સંપૂર્ણપણે નિર્વસ્ત્ર અને ગુપ્તાંગમાંથી ભારે રક્તસ્ત્રાવ થતો હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.ચોકબજાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પીળા ટી-શર્ટ, કાળા પેન્ટ અને ટોપીધારી શંકાસ્પદ યુવકની ઓળખ કરી ગણતરીના કલાકોમાં જ અંકિતને ઝડપી લીધો હતો.

તત્કાલીન પીઆઈ વિશાલ વાગડીયા અને તેમની ટીમે વિશેષ જીં્‌ બનાવી તપાસ હાથ ધરી હતી. સુરત અને ગાંધીનગર એફએસએલની મદદથી કરાયેલા ‘ફેસ એન્ડ ગેટ એનાલિસિસ ટેસ્ટ’માં સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ અને આરોપી એક જ હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું. માત્ર ૧૩ દિવસમાં ૪૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી, જેમાં ફેસ-ગેટ એનાલિસિસ, સ્પર્મ, બ્લડ અને અન્ય સાંયોગિક પુરાવાઓનો સમાવેશ કરાયો હતો. સરકારી વકીલ વિશાલ ફળદુની અસરકારક દલીલો અને મજબૂત પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.