Western Times News

Gujarati News

ફેમસ ગાયક સોનુ નિગમ બીમારીનો શિકાર ?

સોનુ નિગમનો આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સતત કમેન્ટ્‌સ કરી રહ્યા છે

સોનુ નિગમના વાયરલ વીડિયોએ ફેન્સની વધારી ચિંતા

મુંબઈ, બોલિવૂડ સિંગર સોનુ નિગમ નર્વ્સની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અસહ્ય પીડા અને ગળા પર અસર થઈ હોવા છતાં, તેઓ લાઈવ કોન્સર્ટમાં પર્ફાેર્મ કરવા મક્કમ છેબોલીવુડના ફેમસ સિંગર સોનુ નિગમના વીડિયોએ ફેન્સની ચિંતામાં વધારો કર્યાે છે. આ વીડિયોમાં સોનુ નિગમે બીમારીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યાે. ગાયકે ચાહકો સાથે પોતાના સ્વાસ્થ્ય અપડેટ શેર કરતાં કહ્યું કે હું છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ દર્દમાં છું. છેલ્લા કેટલાક સમયથી નર્વસ બીમારી સામે લડી રહ્યો છે અને તબીબી સારવાર લઈ રહ્યો છે.

જો કે આ સાથે સિંગરે ચાહકોને પ્રોમિસ આપ્યું કે તેઓ આ પીડા વચ્ચે પણ મુંબઈમાં સ્ટેજ શો કરશે.એક બાજુ જયાં કલાકારો પોતાની બીમારી છુપાવતા હોય છે ત્યાં સોનુ નિગમે ચાહકોની બીમારીનું અપડેટ શેર કરી. સોનુ નિગમના સ્વાસ્થ્યને લઈને આ હકીકત જણાવતા ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ફેમસ સિંગરે જણાવ્યું કે અસહ્ય દુખાવો હોવા છતાં તેઓ પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને ભૂલ્યા નથી અને ચાહકો માટે પર્ફાેર્મ કરવા મક્કમ છે. સોનુ નિગમે તાજેતરમાં મુંબઈમાં યોજાનારા એક લાઈવ પર્ફાેર્મન્સ પહેલાં પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી.

સોનુ નિગમે જણાવ્યું કે તેમને નર્વ્સમાં (નસોમાં) ભારે ખેંચાણ આવી ગયું છે. આ સ્થિતિનું ચોક્કસ નિદાન કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તેમના અનેક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોતાની ગંભીર સ્થિતિ વિશે વાત કરતાં સોનુ નિગમે કહ્યું, “મને નર્વ્સમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. હું એક અઠવાડિયાથી સતત MRI અને CT સ્કેન કરાવી રહ્યો છું અને હાલ ઘણી બધી દવાઓ પર છું.” સારવારના અનુભવ વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે તેમના ફિઝીયોથેરાપી સેશન્સ ખૂબ જ પીડાદાયક હતા, અને હાલ તેઓ આ પીડાને નિયંત્રિત કરવા માટે ભારે પેઇનકિલર્સનો સહારો લઈ રહ્યા છે.

દવાઓની આડઅસર વિશે વાત કરતા ગાયકે જણાવ્યું કે, સ્નાયુઓને આરામ આપવા માટે તેમને જે હાઈ ડોઝ દવાઓ આપવામાં આવી છે, તેના કારણે તેમના ગળા પર અસર થઈ છે. લાઈવ શો પહેલાં અવાજમાં કર્કશતા અને ગળામાં દુખાવો થવો એ કોઈ પણ ગાયક માટે ચિંતાનો વિષય છે. પરંતુ, સોનુ નિગમે સ્પષ્ટ કર્યું છે કે ગમે તેટલી તકલીફ હોય, તેઓ આગામી કોન્સર્ટ રદ કરવાના મૂડમાં બિલકુલ નથી.

તેઓ લાંબા સમય પછી સ્ટેજ પર આવી રહ્યા છે, તેથી ગમે તે થાય તેઓ પરફોર્મન્સ આપીને જ જંપશે.સોનુ નિગમનો આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સતત કમેન્ટ્‌સ કરી રહ્યા છે. ફેન્સ તેમના વ્યાવસાયિક જુસ્સાને બિરદાવી રહ્યા છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બોલીવુડનો આ ગાયક હંમેશા તેના ફેન્સ સાથે કનેકટ રહે છે. સોનુ નિગમનો મેલોડીભર્યાે અવાજ સાંભળવા ફેન્સના પ્લેલિસ્ટમાં તેના ગીતો મોખરે હોય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.