Western Times News

Gujarati News

‘દેવો કે દેવ ફેમ‘ ટીવી અભિનેત્રીએ જ્યોતિષને ખોટા પાડ્યા

અભિનેત્રી ફરી બનશે માતા

ટીવી એક્ટ્રેસ તરીકે સ્ક્રિન પર આવેલી આ એક્ટ્રેસે પછી ઝલક દિખલાજા શા કર્યાે હતો.

કાલેજ કાળથી તેને એક્ટિંગનો શોખ હતો

મુંબઈ, દેવો કે દેવ મહાદેવ ટીવી સિરિયલમાં જોવા મળેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી ૩૯ વર્ષની વયે બીજી વખત નવા મહેમાનના સમાચાર આપવાની છે. વર્ષ ૨૦૨૦માં તેણે એક્ટર કૃણાલ વર્મા સાથે લગ્ન કરી લીધા હતા.હવે તો પોતાના બીજા બેબીને જન્મ આપવા માટે જઈ રહી છે. પૂજા માટે એક સમય એવો હતો કે, જ્યોતિષીએ કહી દીધું હતું કે, તે ક્યારેય મા બની શકશે નહીં. આવી પરિસ્થિતિ વચ્ચે તેણે પોતાની જાતને સ્થિર રાખી અને સ્વસ્થ રાખી છે. એક ખાસ મુલાકાતમાં પૂજાએ કહ્યું હતું કે, જ્યારે પહેલીવાર માતા બની એ સમયે મને માન્યમાં આવતું ન હતું કે, ખરેખર હું માતા બનવાની છું. સારા દિવસો ખરેખર સારા નહીં જાય એવું લાગી રહ્યું હતું.

એક જ્યોતિષીએ મને કહ્યું હતું કે, હું માતા કદી નહીં બની શકું.જો થશે તો પણ ખૂબ જ મુશ્કેલી ઊભી થશે.આ વાત સાંભળીને મને અનેક પ્રકારના વિચાર આવતા હતા. જ્યારથી સમજણી થઈ ત્યારથી મારી પણ ઈચ્છા હતી કે, લગ્ન કરવા અને પછી બાળકોને જન્મ આપવો, પણ જ્યોતિષીની વાત સાંભળીને અનેક પ્રકારની ચિંતા થઈ ચૂકી હતી. પહેલીવાર જ્યારે એમના મોઢેથી એ વાત સાંભળી ત્યારે અંદરથી ખૂબ જ દુઃખ થયું હતું. માતા બનવાનું સુખ મળ્યું પણ અંદરથી એવો ડર હતો કે, આ જર્ની પૂરી નહીં થાય. પછી મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો હતો.

મને એ સમયે બિલકુલ વિશ્વાસ ન હતો પણ નસીબને કંઈક ઔર મંજૂર હતું. ટીવી એક્ટ્રેસ તરીકે સ્ક્રિન પર આવેલી આ એક્ટ્રેસે પછી ઝલક દિખલાજા શા કર્યાે હતો.કાલેજ કાળથી તેને એક્ટિંગનો શોખ હતો. એક્ટ્રેસ શા કરતા સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં હતી.ગોવામાં લગ્ન કર્યા એ સમયે પણ તે ખૂબ ચર્ચામાં હતી. લગ્ન પહેલા જ તે ગર્ભવતી થઈ ગઈ હતી અને પોતાના પુત્ર ક્રિશિવને જન્મ આપ્યો હતો. કોર્ટ મેરેજના છ જ મહિનામાં તે ગર્ભવતી બની હતી. પૂજા અને કૃણાલની પહેલી મુલાકાત ટીવી સિરિયલના સેટ પર થઈ હતી. શા લીડ કરી રહી હતી અને કૃણાલ સ્ક્રિનિંગ માટે આવ્યો હતો. ૧૫ વર્ષની હતી એ સમયે તે પોતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી. કારણ કે એ સમયે એને પહેલો પ્રેમ થયો હતો. આ ઘર છોડ્યા બાદ તે પોતાના ઘરે પાછી ફરી ન હતી. મુંબઈમાં રહીને સ્ટ્રગલ કરી અને ટીવી સ્ક્રિન સુધી પહોંચી હતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.