નવસારી: પાણીખડક ગામે મુખ્યમંત્રીની ખાટલા બેઠક, ગ્રામજનો સાથે આત્મીય સંવાદ
નવસારી, તા. ૧૯ જૂન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારી જિલ્લાના અંતરિયાળ પાણીખડક ગામે યોજાયેલી રાત્રિસભા દરમિયાન ખાટલા બેઠકનું આયોજન કરી ગ્રામજનો સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ સાધ્યો હતો.
આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે ગ્રામજનો પાસેથી જાણકારી મેળવી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ દરમિયાન ગુજરાત સહિત છેવાડાના માનવી સુધી પહોંચેલી વિવિધ યોજનાઓ અને પહેલની સફળતાની વાત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગ્રામજનોને તેમના સંતાનોના શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
