AMC માં ‘સ્ટ્રીટ લાઈટ કૌભાંડ’! સારા વીજપોલ પણ બદલી નાખ્યા, અસારવાના કોર્પોરેટરે જ ભાંડો ફોડ્યો
-
અમદાવાદમાં નવો સ્કેમ: થાંભલા સડી ગયાનું બહાનું ધરી કોન્ટ્રાક્ટરો લાખો કમાયા, AMC અધિકારીઓ મૌન!
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) સ્ટેન્ડિંગ કમિટીમાં ગાજ્યું સ્ટ્રીટ લાઈટ કૌભાંડ, તપાસના આદેશ
સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈનની આવે છે-અમદાવાદમાંમાં વીજપોલ બદલી નાંખવાનું કૌભાંડ, કોઈ પણ જાતની ખરાબી વગર નવા થાંભલા નાખ્યાં-જુના થાંભલા સડી ગયાનું બહાનું ધરી કોન્ટ્રાકટરો કમાણી કરે છે, અધિકારીઓની ચુપકીદી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં વીજપોલ બદલવાનું કૌભાંડ ચાલી રહયું હોવાના પુરાવા સાથે કોર્પોરેટરે જ ગેરરીતિનો ભાંડો ફોડયો છે. અસારવામાં જુના થાંભલામાં ખરાબી વગર નવો થાંભલો નાખી દેવાના કોર્પોરેટરો શંકા વ્યકત કરી હતી. એટલું જ નહી. અસારવાના કોર્પોરેટરે ગુરુવારની સ્ટેન્ડીગ કમીટીઓ રજુઆત કરી છે કે જુના થાંભલા સડી ગયાનું બહાનું ધરી કોન્ટ્રાકટરો કમાણી કરે છે.
આ રજુઆત બાદ કમીટીએ તપાસ સોપી રીપોર્ટ રજુ કરવા લાઈટ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હાલ ચર્ચા એ છેકે સમગ્ર ગેરીરીતીના કાંડમાં અધિકારીઓ મુકપ્રેક્ષકની ભુમીકામાં હતા. અસારવા વોર્ડના કોર્પોરેટરે આ અંગે કોન્ટ્રાકટર પાસે ખુલાસો માંગ્યો ત્યારે કોન્ટ્રાકટરે કોઈ યોગ્ય જવાબ આપી શકયો ન હતો.
આથી સમગ્ર મામલો સ્ટેન્ડીગ કમીટીમાં લઈ જવાયો હતો. કેટલાક કોર્પોરેટરોના આક્ષેપ મુજબ કોન્ટ્રાકટરો માટે આ એક કમાણીમાં ધંધો બની ગયો છે. તેઓ તંત્રને ગેરમાર્ગે દોરવા માટે વીજ થાંભલા સડી ગયા છે. તેવું ખોટું બહાનું ધરીને સારા થાંભલા પણ બદલી નાખે છે. આ આખી રમત પાછળ એએમસીના અધિકારીઓની પણ મિલીભગત હોવાથી પ્રબળ આશંકા છે.
બીજી તરફ છેલ્લા ચાર વર્ષમાં શહેરમાં સૌથી વધુ ફરીયાદો સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજ લાઈનની આવી છે. તેમ છતાં મ્યુનિ.નો લાઈટ વિભાગ ઘોર લાપરવાહી દાખવી રહો છે. ગત ચોમાસામાં રોડ પરના ખુલ્લા વાયરોમાં કરંટ લાગવાને કારણે નિર્દોષ નાગરીકોના મોત થયા હોવા છતાં તંત્ર હજુ જાગ્યું નથી.
આજે પણ ઠેરઠેર ખુલ્લા વાયરોના સિલસીલો યથાવત છે. તંત્રમાં કોઈ સુધારો નહી દેખાતા હવે તાકીદે તમામ ખુલ્લા વાયરો પર ટેપ મારીને તેને સુરક્ષીત કરવા માટે કડક સુચનાઓ આપવાની માંગ ઉઠી છે.
