Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓએ આતંક મચાવી વેપારી પાસેથી લુંટ ચલાવી

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તાર અવાર નવાર બનતી હિંસક ઘટનાઓ અનેગુડા તત્વોના ત્રાસને પગલે મશહુર થઈ ગયુ છે વિસ્તારમાં ધાક જમાવવા માટે સ્થાનિક લુખ્ખાઓ દ્વારા નાગરીકો અને વેપારીઓ રંજાડીને તેની પાસે ખંડણી માંગવામાં આવે છે. આવા લુખ્ખા તત્વોએ ગઈકાલે જ વધુ અકે વેપારી પાસેથી ખંડણી માગીને દુકાનો ઉપર તલવારો સાથે ઘસી ગયા હતા જેના પગલે સમગ્ર વિસ્તારમા થોડા સમય માટે તંગદીલી વ્યાપી ગઈ હતી તલવારી વડે દુકાનમાં શહેરો તથા અન્ય સામાનની પણ તોડફોડ મચાવી તસ્કરો ફરાર થઈ જતા વેપારીએ ફરીયાદ નોધાવી છે.

અમરાઈવાડીમાં ભીલબાગ રામનગર ખાતે રહેતા અરુણસિહ માનસીગ ચૌહાણ પોતાના ઘર નજીક મોબાઈલ દુકાન ધરાવી વેપાર કરે છે સોમવારે સવારે નિત્યક્રમ મુજબ દુકાને આવેલા અરુણસીહ પોતાના કામમા વ્યસ્ત હતા ત્યારે બપોરે બાર વાગ્યાના સુમારે રમકડાવાળી ચાલી રામનગર રાજપાલ કોળીદાસની ચાલીં રહેતા ઉમાશંકર દુધનાથ કશ્યપ સાથે બોલાચાલી કરી તેને માર મારી રહ્યો હતો. દરમિયાન ઉમાશંકર પોતાનો જીવન બચાવીને ત્યાથી ભાગી જતા રાજપાલના સાગરીતો કુવરસિહ રાજપુત અને પંકજ જલેબીસિહ યાદવ પણ તલવારો લઈને આવી પહોચ્યા હતા.

બાદમાં ઉશ્કેરાયેલા ત્રણ ગુડાઓ હાથમા ખુલ્લી તલવારો સાથે આસપાસની દુકાનોમા ફરી વળ્યા હતા અને દુકાનોના શટર ઉપર તલવારો મારી વેપારીઓને બે ત્રણ મર્ડર કરેલા છે આ વિસ્તારોના દાદા છુ દુકાનો ચલાવવી હોય તો મને હપ્તો આપવો પડશે તેવી ધમકીઓ આપવા લાગ્યા હતા દરમિયાન અરુણભાઈ દુકાને પહોચીને હપ્તો માંગતા તેમણે પ્રતિકાર કર્યો હતો. જેથી ત્રણેય જણા ગંદી ગાળો બોલીને તેમને ઢોર માર મારવા લાગ્યા હતા બાદમા તેમની દુકાનમાં ગલ્લામાંથી રૂપિયાની લુટ ચલાવી હતી

આ ઘટના દરમિયાન રાહદારીઓ અને સ્થાનિકો એકત્ર થતા રાજપાલ કુવરસિહ અને પંકજ બુમો પાડતા પોલીસ ફરીયાદ કરી તો જાનથીમારીનાખીશુ તેવી ધમકીઓ આપી ભાગી ગયા હતા ઉલ્લેખનીય છે કે અમરાઈવાડી સહીત શહેરના કેટલાય વિસ્તારોમા સ્થાનિક નાગરીકો લુખ્ખા તત્વો પરેશાન છે પરતુ ફરીયાદ મળતા છતા પોલીસ કોઈ અગમ્ય કારણોસર કડક કાર્યવાહી ન કરતા થોડા સમયમાં છુટી જતા ગુડાઓ ફરી સક્રીય થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.