Western Times News

Gujarati News

ટ્રમ્પ અને મેલેનિયાએ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી

નવીદિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આજે દિલ્લીમાં સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ. અહીં તેમને ગાર્ડ આૅફ આૅનર આપવામાં આવ્યુ અને સાથે જ ૨૧ તોપોની સલામી પણ આપવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાજઘાટ ગયા. અહીં બંનેએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને પછી વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશ લખ્યો. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બે વાર રાજઘાટ પર જઈને બાપૂને નમન કર્યુ હતુ. આ દરમિયા સાથે કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પુરી તેમની સાથે રહ્યાં.ટ્રમ્પની દીકરી ઇવાન્કા પણ સાથે હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાજઘાટની વિઝિટર્સ બુકમાં લખ્યુ છે કે ‘અમેરિકી જનતા, સુંદર અને સંપ્રભુ ભારત સાથે મજબૂતીથી ઉભી છે – જે મહાન મહાત્મા ગાંધીનો એક મહાન દ્રષ્ટિકોણ હતો. આ એક મહાન સમ્માન છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ રાજઘાટ પર છોડ પણ લગાવ્યા હતો.ટ્રમ્પે હરદિપ સિહ પુરીને પુછતા હતાં અને ત્યારબાદ તેઓ પોતાનો સંદેશ લખતા હતાં.

ગઇકાલે સોમવારે ભારતના પ્રવાસની શરૂઆતમાં ટ્રમ્પે સાબરમતી આશ્રમનો પ્રવાસ કર્યો અને ઘણી મહત્વપૂર્ણ વાતોને જાણી. અહીં પણ તેમણે સંદેશ લખ્યો હતો.ટ્‌મ્પ અને મેલેનિયાએ બુટ ચપ્પલ કાઢીને ગાંધી આશ્રમાં પ્રવેશ કર્યો હતો. તેમણે અહીં વિઝિટર્સ બુક પર સાઈન પણ કરી પરંત જે વાત ચોંકાવનારી હતી, તે હતી બાપૂનો ઉલ્લેખ ન થવો. પાંચ વર્ષમાં ભારત આવનારા બીજા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ભારત આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.