2008 A’bad Blast: 35 FIR અને 1163 સાક્ષીઓએ જુબાની આપી
મુખ્ય આરોપીઓમાં ‘સિમી’નો પૂર્વ જનરલ સેક્રેટરી સફદર નગોરી -હોસ્પિટલોને પણ નિશાન બનાવી, ૫૬ નિર્દોષોના લીધા હતા જીવ
(એજન્સી)અમદાવાદ, ૨૬ જુલાઈ ૨૦૦૮ની એ કાળી રાત્રે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે દેશની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી હતી. માત્ર ૭૦ મિનિટમાં હાસ્પિટલો સહિત ૨૧ જગ્યાએ થયેલા ધડાકાઓએ આપણી આતંકવાદ સામેની લડાઈ, ગુપ્તચર વિભાગ અને સુરક્ષા પદ્ધતિઓ આખી બદલી નાખી.
કાયદાકીય રીતે પણ આ કેસની ચોક્કસ તપાસ એક આદર્શ નમૂનો બની ગઈ, જેમાં પ્રતિબંધિત સંગઠન ‘સિમીના આતંકીઓને સજા અપાવવા માટે યુએપીએ કાયદાનો કડક ઉપયોગ કરાયો હતો. એ સાંજે કાવતરાખોરોએ એટલી ક્રૂરતા દાખવી કે પહેલા ધડાકા કર્યા અને પછી જ્યારે ઘાયલોને હાસ્પિટલ લવાયા, ત્યારે હાસ્પિટલોને નિશાન બનાવીને બીજા તબક્કાના બ્લાસ્ટ કર્યા જેથી કટોકટી સેવાઓ ખોરવાઈ જાય અને વધુ મોત થાય.
ફાંસીની સજા પામેલા મુખ્ય આરોપીઓમાં ‘સિમી’નો પૂર્વ જનરલ સેક્રેટરી સફદર નગોરી પણ સામેલ છે. આ હુમલામાં ૫૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક દાયકાથી વધુ ચાલેલી આ કાનૂની લડાઈમાં ૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ કેસના આંકડા જ ન્યાયતંત્રની મથામણ દર્શાવે છે.

જેમ કેપ ૧૧૬૩ સાક્ષીઓની જુબાનીઓ લેવામાં આવી, ૭૮ આરોપીમાંથી ૪૯ને દોષિત જાહેર અને ૨૮ નિર્દોષ છૂટ્યા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કોર્ટે ૩૮ દોષિતોને ફાંસી અને ૧૧ને આજીવન કેદની સજા. આ સાથે જ પીડિતોને વળતરનો પણ આદેશ કરાયો. નિયમ મુજબ, જ્યારે પણ સ્પેશિયલ કોર્ટ ફાંસીની સજા સંભળાવે, ત્યારે હાઇકોર્ટની મંજૂરી જરૂરી હોય છે.
આ કેસ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના દસ્તાવેજો આશરે ૭.૮૮ લાખ પાનાના હતા! હાલમાં હાઇકોર્ટની બેન્ચ આ તમામ પુરાવા અને ફાંસીની સજાની કાનૂની સમીક્ષા કરી રહી છે, જે ભારતના ઇતિહાસની સૌથી જટિલ ન્યાયિક પ્રક્રિયાઓમાંથી એક છે. ૨૬ જુલાઇ, ૨૦૦૮ની સાંજે, અમદાવાદ શહેરમાં માત્ર ૭૦ મિનિટના ગાળામાં ૨૧ બોમ્બ વિસ્ફોટો થતાં સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું હતું અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ હુમલામાં ૫૬ નિર્દોષ લોકોના મોત થયા હતા અને ૨૦૦ થી વધુને ઈજા થઈ હતી. આ હુમલાનું આયોજન, ખાસ કરીને હાસ્પિટલોને નિશાન બનાવીને કરાયેલા બીજા તબક્કાના વિસ્ફોટો, મૃત્યુઆંક વધારવા અને કટોકટી સેવાને ખોરવી નાખવા માટે કરાયું હતું. આ ઘટનાની તપાસ એક દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી, જે એક લાંબા કાયદાકીય ટ્રાયલમાં પરિણમી અને તે ભારતીય ન્યાયતંત્ર માટે એક નિર્ણાયક ક્ષણ બની રહી.
