Western Times News

Gujarati News

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરાઈ સર્વગ્રાહી સમીક્ષા

રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છેઆપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

 સુરતનવસારીવલસાડઅમરેલીજુનાગઢ સહિત ભારે વરસાદવાળા જિલ્લાઓના કલેક્ટરએસપીડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનરો સાથે રિવ્યૂ બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી

 નાગરિકોની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા: જરૂર પડે ત્યાં NDRF અને SDRF તૈનાત કરવા તથા ત્વરિત સ્થળાંતર કરાવવા કડક સૂચના

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં થયેલા ભારેથી અતિભારે વરસાદના પગલે વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ અને એલર્ટ કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

 શ્રી હર્ષ સંઘવીએ સુરતનવસારીવલસાડભાવનગરદાહોદપંચમહાલમહીસાગરમહેસાણાસુરેન્દ્રનગરઅમદાવાદઅમરેલીડાંગતાપીજૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કલેક્ટરશ્રીઓપોલીસ અધીક્ષકશ્રીઓજિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનરશ્રીઓ સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 તમામ જિલ્લા વહીવટી તંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ૨૪x૭ કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટિવ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

 નીચાણવાળા અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ એન.ડી.આર.એફ (NDRF) અને એસ.ડી.આર.એફ (SDRF) ની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીંજ્યાં પાણી ભરાવાની કે પૂરની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવા તેમજ ત્યાં ભોજન-પાણી અને તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

 ભારે વરસાદ દરમિયાન જનજીવનને ન્યૂનતમ અસર થાય અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે રોડ-રસ્તાવીજળી પુરવઠો અને સંદેશાવ્યવહારની સ્થિતિ સતત મોનિટર કરવા તંત્રને આદેશ આપ્યા છે.

 નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કેરાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તમામ જિલ્લા વહીવટી તંત્ર પરસ્પર સંકલન સાધીને ત્વરિત પ્રતિસાદ (Swift Response) આપે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.