Western Times News

Gujarati News

કાંકરેજના ઉંબરી ગામે ખુલ્લામાં જુગાર રમતાં પોલીસનો દરોડો : ત્રણ જુગારી ઝડપાયા

પ્રતિકાત્મક

કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઉંબરી ગામે શિહોરી પોલીસે જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ત્રણ જુગારીયાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ શિહોરી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઉંબરી ગામની ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઠક્કર ખોડીદાસ મુક્તિલાલ (રહે. ઉંબરી), બધુભા શંભુભા વાઘેલા (રહે. ઉંબરી) સદુભા જાલમસિંગ વાઘેલા (રહે. ઉંબરી) નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી જુગારમાં વપરાતી ગંજીપાનાની સામગ્રી તેમજ રોકડ રૂ. 10,710 કબજે કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓને શિહોરી પોલીસ સ્ટેશન લાવી તેમની સામે જુગાર અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિહોરી પોલીસની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.