Western Times News

Gujarati News

કપડવંજ તાલુકા ના પૂર્વ ગાળા ના ગામડા ઓ રોડ રસ્તા અને પાણી થી વંચિત

તંત્ર દ્વારા કાયમી પાણીની સમસ્યા હલ થાય અને રોડ રસ્તા નું કામ શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે

કપડવંજ તાલુકાના પૂર્વ વિભાગના ગામડા કે જે બે લોકસભા પંચમહાલ અને ખેડા તથા બે વિધાનસભા કપડવંજ અને બાલાસિનોર ની બોર્ડર ઉપર આવેલા છે આ પૂર્વ ગાળાના ગામડાઓ નથી ઘરના કે નથી ઘટના આ કપડવંજ તાલુકાના પૂર્વ વિભાગના ગામડાઓને વિકાસના કામોમાં ભારે ભાર અન્યાય થઈ રહ્યો છે
વિકાસના કામો આ છેવાડા ના ગામડાઓ સુધી નથી પહોંચી રહ્યા કપડવંજ તાલુકાના રાજકીય વિભાજનનો ભોગા આ ગામડા ઓ બની રહ્યા છે પૂર્વ ગાળા ના વડાલી વણઝારીયા જુનામુવાડા લેટર બાપુજી ના મુવાડા હેમતાજીના મુવાડા આલમપુરા વેજલપુર જીવા ગામોનો પંદર પંદર વર્ષ પૂર્વે બનેલા ડામરના રોડ પર ડામર નું નામોનિશાન નથી રહ્યું તેમ છતાં રીનોવેશન પણ થતું નથી પીવાના પાણી માટે આજે હેન્ડ પંપ ઉપર નિર્ભર રહેવું પડે છે અહીં પાણીની કાયમી કોઈ વ્યવસ્થા નથી આ અંગે વડાલી ના સરપંચ પર્વતસિંહ પરમાર અને લેટરના સરપંચ વખત સિંહ પરમાર ની રજૂઆત છે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાના કારણે દસ ટકા લોકફાળો  ન ભરી શકવાના કારણે સરકારશ્રીની પીવાના પાણીની વાસ્મો  યોજનાનો લાભ પણ આ ગામડાઓને નથી અપાઈ રહ્યોવણઝારીયા થી જુના મુવાડા કપડવંજ થી લેટર જુનામુવાડા વડાલી પંચાયતના હેમતાજી ના મુવાડા ગામનો ડામર રોડ ઉખડી ગયો છે કપડવંજ તાલુકાના પૂર્વ વિભાગના ઉપરોક્ત ગામડા ડામર રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓથી પીડાઈ છે આમ તંત્ર દ્વારા આ ગામડાઓ પ્રત્યે ઓરમાયું વર્તન થઇ રહ્યું છે આ ઉપરોક્ત રસ્તાઓનું ચોમાસા પહેલા રિનોવેશન કરવામાં આવે અને પીવાના પાણીની વાસ્મો યોજના અંતર્ગત ૧૦ ટકા લોક ફાળા માંથી મુક્તિ આપી પીવાના પાણીની વાસ્મો યોજનાનો લાભ અમલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.