Western Times News

Gujarati News

8 કલાકમાં 8 ઇમર્જન્સી કોલ પર અમદાવાદ ફાયર સર્વિસીસનો ત્વરિત પ્રતિસાદ

પ્રતિકાત્મક

અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ સતત સતર્ક; 8 કલાકમાં 8 ઇમર્જન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ, વૃક્ષ પડવાની 2 અને રેસ્ક્યુની 1 ઘટનામાં અસરકારક કામગીરી 

 5 ફાયર કોલ, 2 ટ્રી ફોલ અને 1 રેસ્ક્યુ કોલનું સફળતાપૂર્વક નિરાકરણ 

અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સેવા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ વિભાગે સતત સતર્ક રહી કામગીરી હાથ ધરી હતી. તા. 25 જુલાઈ, 2026ના રોજ મધરાત્રી 12:00 કલાકથી સવારે 8:00 કલાક સુધીના સમયગાળા દરમિયાન વિભાગને કુલ 8 ઇમર્જન્સી કોલ પ્રાપ્ત થયા હતા, જેમાં તમામ સ્થળોએ ફાયર ટીમોએ ત્વરિત પ્રતિસાદ આપી જરૂરી કામગીરી પૂર્ણ કરી હતી.

આ સમયગાળા દરમિયાન વિભાગને 5 ફાયર કોલ, 2 વૃક્ષ પડવાના (ટ્રી ફોલ) કોલ તથા 1 રેસ્ક્યુ કોલ મળ્યા હતા. જ્યારે સ્ટ્રક્ચર કોલેપ્સની એક પણ ઘટના નોંધાઈ નહોતી, જે રાહતની બાબત છે.

ઝોનવાર વિગતો મુજબ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક રેસ્ક્યુ કોલ નોંધાયો હતો. પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એક-એક વૃક્ષ પડ્યાની ઘટના સામે આવી હતી, જ્યાં ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી અવરોધ દૂર કરીને સ્થિતિને સામાન્ય બનાવી હતી.

ફાયર કોલની દૃષ્ટિએ પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન તથા અન્યકેટેગરીમાં એક-એક ફાયર કોલ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોઈ ફાયર કોલ નોંધાયો નહોતો.

અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ વિભાગ દ્વારા વરસાદી પરિસ્થિતિ વચ્ચે સતત મોનિટરિંગ, ઝડપી પ્રતિસાદ અને સમયસરની કામગીરીના કારણે શહેરમાં ઇમર્જન્સી પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર તંત્ર 24 કલાક સજ્જ રહી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.