Western Times News

Gujarati News

ગુજરાત બજેટ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઈ

File photo

ગાંધીનગર, ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11, 243 કરોડની જોગવાઇ કરી છે. અમારી સરકાર દ્વારા સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. માતા ગર્ભ ધારણ કરે ત્યારથી લઇને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો નવજાત શિશુ માટે ખૂબ જ મહત્વનો હોય છે . શિશુના જીવનના પ્રારંભિક નસ દરમિયાનના વૃદ્ધિ અને વિકાસની અસર તેના સમગ્ર જીવનકાળ પર અસરકારક બની રહે છે . આથી સગર્ભા માતા અને બાળકને પૂરતો જરૂરી પોષક આહાર આપવા પૂરક પોષણ યોજના , પ્રધાનમંત્રી માતૃવંદના યોજના , બાળસખા યોજના , કસ્તુરબા પોષણ સહાય યોજના , પુર્ણા યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકી છે . જે માટે રૂ.૨૦૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે .

રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે ૭૭ લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી રૂ.૩૭૧૦ કરોડના ખર્ચે અંદાજે ૨૫ લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપેલ છે . જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ . આયુષ્માને ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઇ .

શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે , સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય , જરૂરી માર્ગદર્શન અપાય , સમયસર જરૂરી પોષક આહાર અપાય , બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ૧૦૦ ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે . જેનો વ્યાપ વધારવા ૧૦ , ૦૦૦ ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની હું જાહેરાત કરું છું . આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમ . બી . બી . એસ . કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે . આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ .

કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમ . બી . બી . એસ . ની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી , રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે . જેથી હવે રાજયમાં કુલ ૩૨ મેડિકલ કોલેજો થશે . આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પીટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ , હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ રૂ.૧૨૫ કરોડ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.