Western Times News

Gujarati News

કોંગ્રેસમાં ધમકીના રાજકારણથી ખળભળાટ

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા સ્થાને છે આ ઉપરાંત મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં પણ ભાજપ સત્તા બેઠેલુ છે. વિપક્ષની ભૂમિકા ભજવનાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે જૂથવાદ સપાટી પર જાવા મળતો હોય છે જેના પરિણામે ગુજરાત કોંગ્રેસ પણ હંમેશા સંખ્યાબંધ ફરિયાદોના પગલે મોવડી મંડળ તપાસ કરાવતુ હોય છે.

જાકે જૂથવાદ ખતમ નહી થતાં કોંગ્રેસને ભારે નુકસાન થઈ રહયું છે. વર્ષોથી ચાલી આવતી આ પરિસ્થિતિ  આજે પણ યથાવત જાવા મળી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં વિપક્ષના નેતા દિનેશ શર્માને હટાવવા માટે ૩પ જેટલા કોર્પોરેટરોએ સહીઓ સાથેનું આવેદનપત્ર પક્ષ પ્રમુખને આપ્યુ હતું જેના પરિણામે બે જૂથો સામ સામે આવી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં હવે નવો વળાંક આવ્યો છે અને કેટલાક કોર્પોરેટરોએ પોતાને ધાકધમકી આપી આ સહીઓ કરાવી હોવાની રજુઆત કરતા પક્ષના કાર્યકરોમાં સનસનાટી મચી ગઈ છે.


મ્યુનિ. કોર્પો.માં વિપક્ષના નેતાના પદે દિનેશ શર્માનું નામ નકકી થતાં જ જૂથવાદ વકરેલો છે કેટલાક ધારાસભ્યો પણ મેદાનમાં આવી ગયા છે. કોર્પોરેટરોએ બે ધારાસભ્યો સામે રજુઆતો કરી છે અને હવે કેટલાક કોર્પોરેટરો વિપક્ષના નેતા પદે દિનેશ શર્માને યથાવત રાખવા રજુઆત કરી રહયા છે.

કોંગ્રેસમાં વર્ષોથી ચાલતા જૂથવાદના કારણે માઠા પરિણામો ભોગવવા પડી રહયા છે વિધાનસભા, લોકસભા તથા સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં જૂથવાદના કારણે પક્ષ વિરોધી પ્રવૃતિઓ થતી હોવાથી અનેક બેઠકો કોંગ્રેસને ગુમાવવી પડે છે આ અંગે રજુઆતો કરવા છતાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા જૂથબંધી ખૂબ જ વકરી ગઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં વિપક્ષના નેતા પદે દિનેશ શર્માને બેસાડવામાં આવ્યા છે.

દિનેશ શર્માની નિમણુક થતાંની સાથે જ કોંગ્રેસમાં બે જૂથો સામ સામે આવી ગયા છે. છેલ્લા ઘણા સમયથી દિનેશ શર્માની વિરૂધ્ધ રજુઆતો કરવામાં આવી રહી હતી આ દરમિયાનમાં તાજેતરમાં જ ૩૩થી કોર્પોરેટરોની સહીઓ સાથે એક આવેદનપત્ર પ્રદેશ પ્રમુખને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેમાં દિનેશ શર્માને વિપક્ષના નેતા પદેથી હટાવી અન્યની નિમણુક કરવા રજુઆત કરાઈ હતી આ રજુઆતના કારણે પ્રદેશ કોંગ્રેસમાં ઉગ્ર ચર્ચાઓ થતી જાવા મળતી હતી.

આ દરમિયાનમાં હવે આ સમગ્ર ઘટનાક્રમમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે અચાનક જ આ આવેદનપત્રમાં સહીઓ કરનાર કેટલાક કોર્પોરેટરોએ ચોંકાવનારી રજુઆતો કરી છે દિનેશ શર્માને વિપક્ષના નેતા પદેથી હટાવવામાં હવે ધમકીનું રાજકારણ શરૂ થઈ ગયું છે. સહીઓ કરનાર પાંચ જેટલા કોર્પોરેટરોએ પ્રદેશ નેતાગીરી સમક્ષ રજુઆત કરી છે કે આ આવેદનપત્રમાં તેમને સહી કરવા માટે ધાકધમકીઓ આપવામાં આવી હતી અને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે જા આવેદનપત્રમાં સહી નહી કરો તો આગામી ચૂંટણીમાં ટિકિટ નહી મળે જેના પગલે સહીઓ કરી કરવી પડી છે પરંતુ હવે આ ધમકીના રાજકારણથી અમે ડરતા નથી. કોર્પોરેટરોની આ રજુઆતથી પ્રદેશ નેતાગીરી ચોંકી ઉઠી છે.

દિનેશ શર્માને વિપક્ષના નેતા પદે બેસાડવામાં આવ્યા બાદ શહેર કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમની વિરૂધ્ધ ઉગ્ર રજુઆતો કરતા હતા જેના પરિણામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ વકર્યો હતો આ દરમિયાનમાં તાજેતરમાં જ તેમને બદલવાની માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કરાતા પરિસ્થિતિમાંવધુ વકરી હતી જૂથબંધી સપાટી પર આવી ગયા બાદ મામલો થાળે પાડવા માટે પ્રદેશ નેતાઓએ કવાયત શરૂ કરી હતી.

આ દરમિયાનમાં કેટલાક કોર્પોરેટરોએ સહીઓ કરવા માટે ધમકીનું રાજકાર અજમાવવામાં આવ્યું હોવાની રજુઆત કરતા જ ચોંકી ઉઠેલા મોવડી મંડળે આ અંગે તપાસ શરૂ કરાવી છે. બીજીબાજુ સમગ્ર ઘટનાક્રમમાં અમદાવાદ શહેરના કોંગ્રેસના બે ધારાસભ્યોના નામો પણ ખુલવા પામ્યા છે આ બંને ધારાસભ્યોએ કોર્પોરેટરોને ધાકધમકી આપી આવેદનપત્ર તૈયાર કરાવ્યું હોવાનો આક્ષેપ થતાં મોવડી મંડળ વધુ સતર્ક બન્યું છે. ગઈકાલથી જ આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવતા જ સમગ્ર પ્રદેશ માળખામાં આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અનેક ફરિયાદો મોવડી મંડળને મળી હતી આ ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ વિરૂધ્ધ સ્થાનિક કક્ષાએથી રજુઆતો કરવામાં આવી હતી દરેક વખતે પ્રદેશ કોંગ્રેસમાં તપાસ સમિતિ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી આ ફરિયાદોમાં કેટલાક મોટા માથાઓના પણ નામો હોય છે.

પ્રદેશ કોંગ્રેસમાં વર્તમાન જૂથબંધીની પરિÂસ્થતિના પગલે મોવડી મંડળ ચોંકી ઉઠયું છે અને તાત્કાલિક આ સમગ્ર પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે પ્રદેશ ઈન્ચાર્જને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળી રહયું છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાક્રમનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.