Western Times News

Gujarati News

ચોથા રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળામાં તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે

(જીજ્ઞેશ રાવલ દ્રારા) ​હળવદ શહેરમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે ડૉ. સી.વી. રામન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફાઉન્ડેશન આયોજિત ગુજરાત રાજ્યનો ચોથો સાયન્સ ટેકનોફેર યોજાયો હતો.

​આ ટેકનોફેરમાં રાજ્યની 22 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં તક્ષશિલા વિદ્યાલય હળવદની શાળા મોખરે રહી હતી. જેમાં સિનિયર વિભાગમાં સાયન્સ ટેકનો ટોક શો માં પટેલ દ્રષ્ટિ મહેશભાઇએ વક્રીભવન પર બોલીને પોતાના મંતવ્યો રજુ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જયારે વાઘેલા આરતી મોહનભાઈએ આધુનિક આવર્ત કોષ્ટક પર બોલીને પોતાના મંતવ્ય રજુ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.


જુનિયર વિભાગમાં મોડેલ મેકિંગમાં પ્રજાપતિ હન્વી દિનેશભાઈ અને માકાસણા શ્રુષ્ટિ મેહુલભાઈએ કાર બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જુનિયર વિભાગમાં મોડેલ પ્રેઝન્ટેશનમાં સોલંકી કુશ અરવિંદભાઈ અને જાદવ શુભમ નરેશભાઈએ સ્માર્ટ બાથરૂમ અંગેની કૃતિ રજુ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સિનિયર વિભાગમાં મોડેલ પ્રેઝન્ટેશનમાં સથવારા જીનલ રમેશભાઈ અને પટેલ ક્રિયાંશી સંજયભાઈએ બ્લુટુથ કાર બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સિનિયર વિભાગમાં મોડેલ મેકિંગમાં નાયક્પરા રાહુલ મહેશભાઈ અને સિંધવ વિશાલ દલપતભાઈએ ઘર બનાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સિનિયર વિભાગ ક્વિઝ્માં રાવલ ઓમકાર દિલીપભાઈ અને કટેશિયા અજય લાલજીભાઇએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે તક્ષશિલા બી.એડ્. કોલેજમાંથી સિનિયર વિભાગ મોડેલ પ્રેઝન્ટેશનમાં મિયાત્રા શ્રધ્ધા ધીરજલાલ અને દેત્રોજા રશ્મી રતિલાલભાઈએ સ્માર્ટ ડસ્ટબિન કૃતિ રજુ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.

સાયન્સ ટેકનો ક્વિઝમાં રાઠોડ પાયલ કાળુભાઈ અને પારેજીયા મોનિકા ગણપતભાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાયન્સ ટોક શો માં દલવાડી કૌશિક અમૃતલાલ અને વૈષ્ણવ મયુર મનહરદાસએ ટેલીસ્કોપ વિષય પર પોતાના મંતવ્ય રજુ કરીને  ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ પેપર પ્રેઝન્ટેશન રજુ કરી પટેલ પાર્થ સરે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ તક્ષશિલા વિદ્યાલયના સાયન્સ ટીચર ભરતભાઈ પટેલને સ્ટેટ બેસ્ટ સાયન્સ ટીચરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ તમામ વિદ્યાર્થીઓ અને ટીચરોને ડૉ. જે.જે. રાવલ અને ડૉ. એસ.એલ. ભોરણીયા હસ્તે મેડલ, સર્ટીફીકેટ અને એવોર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના એમ.ડી. મહેશભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી રમેશ કૈલા, રોહિત સિણોજીયા તેમજ તક્ષશિલા બી.એડ્. કોલેજના ડીન અલ્પેશ સિણોજીયાએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરીને આવકાર્યા હતા. શાળાના પ્રિન્સીપાલ અરવિંદ સોલંકી અને મુકેશ અઘારાએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.