Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના ૧૪ શંકાસ્પદ કેસો

અમદાવાદ: દેશના જુદા જુદા ભાગોની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસના ૧૪થી વધુ શકમંદ કેસ સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના ૮ શકમંદ કેસો સપાટી પર આવતા તંત્ર સાબદુ થઈ ગયું છે. ગુજરાતમાં આજે જે વિસ્તારમાં શકમંદ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદમાં ૮ ઉપરાંત સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ વિમાની મથક પર તમામ યાત્રીઓની સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે તમામ હોસ્પિટલમાં  પુરતા સાધનો પણ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસના કોઈ કેસ પોઝિટિવ આવ્યા નથી. જ્યારે ભારતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૩૦ ઉપર પહોંચી છે. અમદાવાદ શહેરમાં આજે આઠ કેસો શકમંદ નોંધાયા હતા. કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ આઠ કેસો સામે આવતાં સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતું. કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણ જાવા મળતાં આ આઠ દર્દીઓને શહેરની સિવિલ હસ્પિટલના  આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર હેઠળ દાખલ કરી દેવાયા છે.

બીજીબાજુ, ઇરાન આવેલા એક શખ્સમાં તો, સીંગાપોરથી આવેલી એક યુવતીમાં પણ કોરોના વાઇસરના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેઓને અનુક્રમે પાલનપુર અને હિમંતનગર સિવિલ હસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. આમ, રાજયમાં પણ કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં કેસોની સંખ્યામાં ધીરે ધીરે વધી રહી છે, જેને લઇ રાજય સરકાર અને આરોગ્ય વિભાગનું તંત્ર દોડતુ થઇ ગયુ છે. ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા.

જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઈરાનથી આવેલા ઈસમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જ્યારે હિંમતનગર સિવિલમાં સિંગાપોરથી આવેલી યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.  તો બીજીબાજુ, અમદાવાદમાં આજે વધુ ૮ શંકાસ્પદ કેસ આવ્યા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલામાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને પગલે ત્રણેયને અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમામના સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં બ્લગ સેમ્પલ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષીય યુવતીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. તે સિંગાપોરથી ભારત આવ્યા બાદ કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શક્યતા છે. તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

અત્યાર સુધી અહીં છ શંકાસ્પદ દર્દીઓ દાખલ થઈ ચૂક્યા હતા, પંરતુ તમામનો રિપોર્ટ નેગેરિવ આવતા તમામને રજા આપી દેવાઈ હતી. આ જ પ્રકારે, ઈરાનથી પરત ફરેલા મૂળ કાણોદર ગામના મુસાયબઅલી શેરશિયાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને સિવિલના આઈસોલેશન વાર્ડમાં રાખવામાં આવ્યો છે તેને તેની સારવાર ચાલી રહી છે.
હજુ તેનો પણ રિપોર્ટ આવવાનો બાકી છે. આમ, રાજયમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં કેસોની સંખ્યામાં ધીરે ધીરે વધી રહી છે, જેને લઇ સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા બાદ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. રિપોર્ટની રાહ જાવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.