Western Times News

Gujarati News

દિલ્હીમાં સ્વીમિંગ પુલ અને સમારોહ ઉપર ૩૧ માર્ચ સુધી બંધ

નવીદિલ્હી, પાટનગરમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી સરકારે એક વધુ નિર્ણય હેઠળ ૩૧ માર્ચ સુધી તમામ ખાનગી સ્વિમિંગ પુલ અને સમારોહ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે આ ઉપરાંત આઇપીએલની એક પણ મેચ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેના પર તાકિદના પ્રભાવથી અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. એ યાદ રહે કે દિલ્હી સરકારે પહેલા ૩૧ માર્ચ સુધી સ્કુલોને બંધ રાખવાની સાથે સિનેમાઘરોને પણ બંધ કરવાની જાહેરાત કરી ચુકી છે.

એ યાદ રહે કે દિલ્હી સરકારે કોરોનાનો સામનો કરવાની પુરી કરી લીધી છે. આ સમયે દિલ્હીમાં મુખ્ય રીતે બે નોડલ હોસ્પિટલ સફદરજંગ અને આરએમએલ કાર્ય કરી રહ્યાં છે આરએમએલ હોસ્પિટલના આઇસોલેશન બોર્ડમાં ૧૬ પથારી અને સફદરજંગમાં ૧૦૦ પથારીનો સિંગલ સિંગલ રૂમને પ્રાઇવેટ વોર્ડ રાખવામાં આવ્યો છે. સંક્રમણના નિર્ણયની સંભાવનાને જાતા લગભગ ૨૫ હોસ્પિટલોમાં સ્ક્રીનિગ અને નમુના લેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી સંક્રમણ સંભવિત લોકોની તાકિદે તપાસ કરી શકાય અને તેમને ત્વરિત રીતે સામાન્ય લોકોથી અલગ કરી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી શકાય.

દિલ્હી સરકારે ૨૫ હોસ્પિટલોમાં આઇસોલેશન બોર્ડ બનાવવા અને ૨૫૦ પથારી તૈયાર રાખવાનો નિર્દેશ આપ્યો છે.તેમાં ૧૯ સરકારી અને છ ખાનગી હોસ્પિટલ સામેલ છે આ તમામ હોÂસ્પટલોમાં સ્ક્રીનિંગ અને નુમના લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ક્રીનિગ અને નમુના લેવા માટે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર કર્મચારીઓને તાલી આપવામાં આવી રહી છે. એમ્સને ટ્રોમા સેંટરની નવી ઇમરજેંસીમાં પણ ૨૦ પથારીનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલના સમયે આરોગ્ય વિભાગ લગભગ ૭૧૭ લોકો પર નજર રાખી રહ્યું છે તેમાં ૨૯૧ લોકો દિલ્હીના રહેવાસી છે. દિલ્હીમાં બે તપાસ લૈંબમાં ચાલી રહી છે. એત એમ્સ અને બીજી એનસીડીસીની લૈબ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.